પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખ અને તેના સાગરીતો દ્વારા મહિલાઓ પરના અત્યાચારના વિરોધમાં આજે સામાજિક સમરસતા મંચ,ગાંધીનગરના હોદેદારો- કાર્યકર્તાઓ દ્વારા ગાંધીનગર ખાતે માન. રાષ્ટ્રપતિ ને સંબોધીને કલેકટરશ્રીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ રજૂઆત વખતે સામાજિક સમરસતા મંચના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને પિડીત મહિલાઓ માટે ન્યાયની માંગણી કરવામાં આવી હતી.
સામાજિક સમરસતા મંચના ગાંધીનગર જિલ્લા પ્રમુખ અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે,પશ્ચિમ બંગાળના સંદેશખાલી ખાતે તાજેતરમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિનાના પરિવારો પર અને ખાસ કરીને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અને હિંસાના સામાજિક સમરસતા મંચ સખત વિરોધ કરે છે.
તેમણે કહ્યું કે,છેલ્લાં ઘણા સમયથી અત્યાચારનો આ સીલસીલો ચાલુ હતો અને ૫૦ દિવસ પહેલાં કેન્દ્ર સરકારના ઈડીના અધિકારીઓ પર હુમલાઓ અને ત્યાર બાદ શહજાદ શેખ નામના મુખ્ય આરોપી ફરાર થવાથી મીડિયા સમક્ષ ઊજાગર થઈ છે. રાજકારણ અને ધાર્મિક કારમઓથી પ્રેરિત આ જધન્ય અપરાધ પોલીસ પ્રશાસન અને પશ્ચિમ બંગાળની સરકારની નાકામિયાબીનો પુરાવો સાબિત થઈ છે.બાળકો અને મહિલાઓ સાથે બર્બરતાપૂર્ણ વ્યવહાર બળાત્કાર અને મારામારીની અનેક ઘટનો સામે આવી રહી છે જેનો અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ.
શ્રી પટેલ જણાવ્યું હતું કે,
આ ઘટનાઓથી પશ્ચિમ બંગાળની મહિલાઓ ને બાળકોની સુરક્ષાની ભયાનક સ્થિતિ સામે આવી છે. કેટલાયે દિવસોના ઘટનાો બાદ પણ પોલીસે કોઈ એફઆઈઆર નોંધી નહોતી. રાજકીય, આર્થિક અને ધાર્મિક મુદ્દાઓને નિશાન બનાવીને મહિલાઓ અને બાળકો પર અત્યંત નિર્દયી અપમાનજનક ઘટનાઓનો અમે સખત વિરોધ કરીએ છીએ.સામાજિક સમરસતા મંચ દ્વારા અનુરોધ કરીએ છીએ કે,પશ્ચિમ બંગાળમાં થઈ રહેલા આ કૃત્યો માટે દોષિતો પર તુરંત કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.
તેમણે કહ્યું કે, બધા દોષિતો સામે એફઆઈઆર નોંધીને જલ્દીથી ફાસ્ટટ્રેક કોર્ટ દ્વારા કેસ ચલાવી ન્યાય આપવામાં આવે. બધી પીડિત મહિલાઓ, બાળકો અને પરિવારોને યોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવે તથા તુરંત તેમને આર્થિક સહાય પ્રદાન કરવામાં આવે. પશ્ચિમ બંગાળ સરકાર તથા પોલીસ ઝડપથી કામગીરી કરે. કેન્દ્રીય ગૃહમંત્રાલય તુરંત આ ઘટનો ધ્યાને લઈ ભારતીય સંવિધાન અને અન્ય કાનૂનો દ્વારા દોષિતો પર કડક કાર્યવાહી કરે તે સમયની માંગ છે.
તેમણે ઉમેર્યુ હતું કે, રાષ્ટ્રીય મહિલા આયોગ, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનું અમે સ્વાગત કરીએ છીએ.
આ રજૂઆત વેળાએ ગાંધીનગર જિલ્લાના સામાજિક સમરસતા મંચ સહિત વિવિધ સંગઠનોના હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.