કઠલાલ તાલુકાની સામાન્ય ચૂંટણી માં ચૂંટણીના પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે . આમાં આ જાહેર સભામાં વિશેષ ઉપસ્થિત એવા કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, તથા બક્ષીપંચ મોરચા પ્રમુખ કિરણભાઈ ડાભી , કઠલાલ તાલુકા પ્રમુખ કિરણસિંહ રાઠોડ, ભાજપના મહામંત્રી દલપતસિંહ ડાભી, તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રીઓ તેમજ કાર્યકર્તાઓ તેમજ ગામના અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા.
તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કઠલાલ તાલુકાની જે 24 સીટો છે તેમાં જે પ્રમાણે પ્રચાર ચાલી રહ્યો છે તે પ્રમાણે જોવામાં આવે તો ભાજપનો ભવ્ય વિજય થાય એવું દેખાય આવી રહ્યું છે . તેવું જનતા નું કહેવું છે. આવી જાહેર સભામાં ખૂબ મોટી સંખ્યામાં તે ઉમેદવારના સમર્થકો સમર્થન કરી રહ્યા છે.