Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત નડિયાદ શહેરમાં રેલી યોજાઇ

સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત નડિયાદ શહેરમાં રેલી યોજાઇ

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે તા.૧૮/૯/૨૪ ને બુધવારના દિવસે ગુજરાત સરકાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સંતરામ વિદ્યાલય નડિયાદના બાળકો એ ભાગ લીધો હતો અને સ્વચ્છતા જાગૃતતા રેલીમાં જોડાયા હતા.

નડિયાદ નગરપાલિકા અને ગુજરાત સરકાર દ્વારા આયોજિત “સ્વચ્છતા અભિયાન” કાર્યક્રમ યોજાયો. લોકોમાં સ્વચ્છતા વિશે જાગૃતિ આવે તે ઉદ્દેશથી રેલીનું આયોજન કરાયુ.

આમ વિદ્યાલય ના બાળકો એ રેલીમાં ભાગ લીધો તે બદલ સંસ્થાનાના પ્રમુખ પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજ તથા સંસ્થાના મંત્રી સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના સુભાષિશ પાઠવ્યાં છે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.