Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 33°C

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં શનિવારે યોજાશે ‘સુખ અને આનંદ’ વિષયક પરિસંવાદ

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં શનિવારે યોજાશે ‘સુખ અને આનંદ’ વિષયક પરિસંવાદ

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં શનિવારે ‘સુખ અને આનંદ’ વિષયક પરિસંવાદ યોજાશે. વિશ્વવાત્સલ માનવસેવા સંસ્થા દ્વારા આયોજન થયેલું છે.

સુખ અને આનંદ વિષયક સ્વનુભાવોની પ્રસ્તુતિ માટે વિશ્વવાત્સલ માનવસેવા સંસ્થા બગસરા દ્વારા ભાવનગરમાં શિશુવિહાર સંસ્થામાં થયેલ આ પરિસંવાદમાં વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો હસમુખભાઈ પટેલ, નિર્મોહીબેન ભટ્ટ, જયેશભાઈ દવે, મહેકભાઈ મહેતા, ઈન્દ્રભાઈ ગઢવી, રવીન્દ્રસિંહ સરવૈયા તથા અનામિકભાઈ શાહ પોતાની વાત કરશે. સમાપન ઉદ્બોધન વિશાલભાઈ ભાદાણી કરનાર છે.

આગામી શનિવાર તા. ૩૧નાં ‘સુખ અને આનંદ’ વિષયક પરિસંવાદ સાથે મનવજ્યોત સંસ્થા મુંબઈ દ્વારા પ્રકાશિત ‘ગુજરાતનાં વૃદ્ધાશ્રમો’ માર્ગદર્શિકાનું વિમોચન થશે.

આ પ્રસંગે ‘યાત્રા : સુખ અને આનંદની’નાં લેખક પ્રવિણચંદ્ર ઠક્કર તથા શ્વેતાબહેન જોષી સાથે શિશુવિહાર સંસ્થાનાં મંત્રી નાનકભાઈ ભટ્ટની ઉપસ્થિતિ રહેશે.

વિશ્વવાત્સલ્ય માનવસેવા સંસ્થાનાં દેવચંદભાઈ સાવલિયા સાથે મહેન્દ્રભાઈ પાથર અને કાર્યકર્તાઓ સંકલનમાં રહ્યાં છે.

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

 

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.