ખેલમહાકુંભ ૩.o અંતર્ગત ઉમરેઠ તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધા એસ.એન.ડી.ટી. ગ્રાઉન્ડ ઉમરેઠ ખાતે યોજાઇ હતી. આચાર્ય મનોજકુમાર અમીને જણાવ્યું હતું કે હમીદપુરા પ્રાથમિક શાળા દર વર્ષે ચેસ સ્પર્ધામાં ભાગ લે છે. ચાલુ વર્ષમાં અન્ડર ૧૧ માં ધ્રુવીલ મનહરભાઈ સોલંકી તાલુકામાં પ્રથમ નંબરે વિજતા થઈ ઉમરેઠ તાલુકાનો અન્ડર ૧૧ ચેસ ચેમ્પિયન બન્યો છે. જ્યારે અન્ડર ૧૪માં મીત સોલંકી, નૈતિક સોલંકી તથા કન્યામાં ઉર્વશી સોલંકીએ ભાગ લીધો હતો. જેમાં ઉર્વશી સોલંકી પાંચમા ક્રમે વિજેતા થઈ હતી. ધ્રુવીલ અને ઉર્વશી આગામી સમયમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ઉમરેઠ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. બંને બાળકો વિજેતા થઈ શાળા અને હમીદપુરા ગામનું નામ રોશન કર્યું છે. જે બદલ ઉમરેઠ ટીપીઈઓ ભાવિનભાઈ પટેલ, બીટ કે.નિ. જે.એ. પટેલ, બીઆરસી ડી.એન. પટેલ, સીઆરસી શૈલેષભાઇ પટેલ તથા ઉમરેઠ તાલુકા રમતગમત ખેલમહાકુંભ કન્વીનર દક્ષેશભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા હતા તથા જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં વિજેતા થઇ હમીદપુરા ગામ અને ઉમરેઠ તાલુકાનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવી હતી. તથા ચેસ જેવી બૌદ્ધિક રમત માટે ગ્રામ્ય કક્ષાના બાળકોને તૈયાર કરવા બદલ હમીદપુરા પ્રાથમિક શાળાના શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.