હાટકેશ મહાદેવ એ નાગર જ્ઞાતિનાં આરાધ્ય ઇષ્ટદેવ છે. મૂળ વડનગરના નાગર બ્રાહ્મણ સ્થળાંતર કરી દેશ અને રાજ્યના અન્ય વિસ્તારોમાં જ્યાં જ્યાં વસ્યા ત્યાં હાટકેશ મહાદેવના મંદિર પણ બન્યા છે. અમદાવાદમાં પણ વડનગરના હાટકેશ મહાદેવ મંદિર જેવુ જ મંદિર આવેલું છે. મહાદેવનુ આ પૌરાણિક મંદિર શહેરની મધ્યમાં આવેલા ખાડિયા વિસ્તારમાં આવેલું છે…બાળપણથી નિયમિત મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો શહેરમાંથી બીજે સ્થળાંતર થયા બાદ પણ વાર તહેવારે હાટકેશ મહાદેવના દર્શન કરવા અચૂક આવે જ છે.
સાડા ચારસો વર્ષ પહેલાં પેશ્વાઓએ હાટકેશ મહાદેવનુ મંદિર બંધાવ્યુ હતું.. મંદિરની એક ખાસિયત એ છે કે તે સામાન્ય મંદિર કરતાં થોડુ ઉંચાઇ પર છે.. કારણ કે જે તે સમયે પેશ્વાઓ હાથી પર જ નગર યાત્રા કરતા.. અને જ્યારે તે નીકળતા તો સવારના સમયે સૌ પહેલાં પ્રભુના દર્શન કરતા હતા.અને મહાદેવના દર્શન વગર અન્ન લેતા નહીં એટલે તેઓ ઠેર ઠેર મંદિરો બંધાવતા.. અને ખાસ વાત એ છે કે તેઓ દર્શન માટે હાથી પર આવતા હોવાથી દરેક મંદિરને ઉંચાઇ પર બાંધાવતા. પેશ્વાઓએ હાટકેશ મહાદેવનુ મંદિર નાગરોને ભેટમાં આપ્યુ હતું..
મહાદેવ મંદિરની બહારની બાજુએ એક તરફ ગણેશ ગજાનંદ બિરાજમાન હોય છે જ્યારે બીજી તરફ હનુમાન દાદા બિરાજમાન હોય છે.. અને હાટકેશ્વર મંદિરમાં પ્રભુના શિવલિંગની આસપાસ જે પ્રભુની મુર્તિ હોય છે તેમાં એક તરફ ગણેશ ગજાનંદ હોય છે અને બીજી તરફ શિવ પરિવાર બિરાજમાન હોય છે જ્યારે હનુમાન દાદાની મૂર્તિ મંદિરની બહારની તરફ હોય છે..વારે તહેવારે મંદિરે અનેક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે તેમાં સંગીત સંધ્યાનુ પણ આયોજન કરવામાં આવે છે અને દેશના નામી સંગીતકારો વિના મુલ્યે લોકોને સંગીત પીરસીને પોતે પણ મહાદેવની ભક્તિ કર્યાનો અહેસાસ કરે છે.
મંદિરનુ નિર્માણ થયુ હતુ તે કાળમાં મંદિરને બનવામાં 24 વર્ષનો સમય લાગયો હતો.. મંદિરના નિર્માણ માટે રાજસ્થાનથી ખાસ પત્થર મંગાવવામાં આવ્યા હતા. તે સમયે ગાડાઓ ભરીને પત્થર મંગાવવામાં આવ્યા હતા. મંદિરમાં હનુમાનનું મંદિર છે તેમાં પ્રભુને એ રીતે દર્શાવવામાં આવ્યાં છે જે સિતા માતાને મુદ્રા આપવા લંકા ગયા હતા.. આ હનુમાનદાદાને લંકેશ કહેવામાં આવે છે.. આવી પ્રભુ હનુમાનજીની આખા વિશ્વમાં એક માત્ર મૂર્તિ છે.. શહેરીજનો વર્ષોથી હાટકેશ મહાદેવના દર્શને નિયમિત આવે છે તો યુવાપેઢી પણ મહાદેવના દર્શને આવી ભારતીય સંસ્કૃતિની ધરોહરને જાળવી રાખે છે.
મહાદેવએ પોતાના નિવાસના મુખ્ય આઠ ક્ષેત્રો દર્શાવ્યા છે, જેમાં કેદાર, કાશી, કુરૂક્ષેત્ર, પુષ્કર, પ્રભાસપાટણ, કુરુજાંગલ્ય, નેમિષારણ્ય અને હાટકેશ. એટલે નાગર જ્ઞાતિનાં લોકો હોય, ત્યાં હાટકેશ્વર મંદિર અવશ્ય જોવા મળે છે…
નાગરોના ઇષ્ટ દેવ હાટકેશ્વર દાદાની જન્મ જયંતી નિમિતે દર વર્ષે લઘુ રુદ્ર અને હાટકેશ્વર દાદાની પાલખી કાઢવામાં આવે છે. અને ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે..આ પરંપરા 400 વર્ષથી અવિરત ચાલે છે.. મંદિર હેરિટેજમાં આવે છે… અને આ મંદિરનું રિનોવેશન પણ પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.