ગુજરાતમાં 2003 થી શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટ હવે રાજ્ય સરકારથી માંડીને હવે જિલ્લા કક્ષાએ પહોંચી ચૂકી છે ગુજરાત સરકાર દ્વારા તમામ જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમિતિઓ યોજવામાં આવી રહ્યા છે અને મોટાપાયે ઉદ્યોગો લાવીને રોજગારી આપવાની તકો ઊભી કરવાની દિશામાં કામગીરીની શરૂઆત કરી છે.
એમાં મોટાભાગે પૌવા ઉદ્યોગ બે જીઆઇડીસી અને હીરા ઉદ્યોગ દ્વારા રોજગારી મળે છે. સાથે એગ્રો બેઝ્ડ ઇન્ડસ્ટ્રી મોટાપાયે વિકાસ પામી છે જે રોજગારી આપી રહી છે. નવસારી જિલ્લામાં નવા 146 જેટલા કરવામાં આવ્યા છે અને 212 કરોડનું નવું રોકાણ જિલ્લામાં આવે એને ધ્યાનમાં રાખીને કામગીરીની શરૂઆત કરવામાં આવી છે.
નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકાના વાસી ગામે PM મિત્રા પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી વિકસાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. નવસારી જિલ્લો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનું હબ બની શકે અને ધ્યાનમાં રાખીને કામગીરી ચાલી રહી છે.
ત્યારે મોટા પ્રમાણમાં રોજગારી ઊભી કરવાની દિશામાં નવસારી જિલ્લો આગળ વધી રહ્યો છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લોન આપી અને કેટલાક પ્રોજેક્ટોમાં સબસીડી નું પણ આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત નવસારી જિલ્લાના 50થી વધુ ઉદ્યોગ નવા સાહસિકોને સબસીડીના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા.
ઔદ્યોગિક ક્રાંતિ દેશને વિકાસના પંથે દોરી જતી હોય છે તેવા સમયે ઔદ્યોગીકરણની સાથે રોજગારીઓ પણ ઉભી થતી હોય છે. દેશમાં વધી રહેલી વસ્તી અને એની સામે રોજગારીની તકો વધે પણ સમયની માંગ બની ગઈ છે ત્યારે નવસારી જિલ્લામાં 212 કરોડના 146 જેટલા સાહસિકો નવસારી જિલ્લામાં ઉદ્યોગ સ્થાપવા માટે પ્રયત્ન કરી રહ્યા છે જે 5,000 થી વધુ રોજગારીનું સર્જન કરશે અને નવસારીમાં બેરોજગારીનો રેશિયો ઘટાડશે.