ગ્રામ પંચાયત દ્વારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા વાલોડ ગામના જાગૃત નાગરિકો દ્વારા વચ્ચે પડીને કચરાના નિકાલ માટે સમાધાન કરાવવામાં આવ્યું…
ગ્રામજનો દ્વારા ગેરહાજર સભ્યોને બરતરફ કરવા માટે ઉગ્રહ રજૂઆત કરવામાં આવી..
ગામના પ્રશ્નોના નિરાકરણ માટે જો સભ્યો હાજર નહીં રહેતા હોય તો તેવા સભ્યોએ રાજીનામું આપી દેવું જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી…
નગરજનો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી કે ફક્ત કોન્ટ્રાક્ટરોના કમિશનના પૈસામાં જ સભ્યોને રસ હોય ગામના પ્રશ્નોનું નિરાકરણમાં જરાક પણ રસ ન હોય તેવા સભ્યોને સભ્યપદ પર રહેવાનો કોઈ અધિકાર નથી અને રાજીનામું આપી દેવું જોઈએ તેમ જણાવવામાં આવ્યુ.
રીપોર્ટર :- વિકાસ શાહ(તાપી)