આજ રોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જી.ટી.યુ) ખાતે વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કર્ણાવતી મહાનગર દ્વારા ઉગ્ર સ્વરૂપ માં આંદોલન કરવામાં આવ્યું. આ પહેલા ૩૦ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કર્ણાવતી મહાનગર ના પ્રતિનિધિ મંડળ દ્વારા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ના રજીસ્ટ્રારશ્રી ને આવેદનપત્ર આપી શાંતિ પૂર્ણ રીતે કેટલીક માંગો સાથે રજૂઆત કરેલ હતી. (માંગ ની યાદી અંતમાં દર્શાવેલ છે.) પરંતુ આવેદન મા વ્યક્ત કરેલ વિધાર્થી હિત ની માંગો પર આજ દિન સુધી કોઈ કાર્યવાહી યુનિવર્સિટી દ્વારા કરવામાં ન આવતા. વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી વહીવટી ભવન ખાતે ઉગ્ર આંદોલન સ્વરૂપે રજૂઆત કરવામાં આવી.
આ આદોલન મા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ રહ્યી હતી , જેના પરિણામ સ્વરૂપ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ને રજૂઆત કરી જવાબ માંગવામાં આવ્યો ત્યારે કુલપતિ શ્રી દ્ધારા બાંહેધરી આપવામાં આવી છે કે, વિધાર્થી પરિષદ દ્વારા ધ્યાન મા મુકેલ તમામ વિષયનું નિરાકરણ 15 દિવસમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કરવામાં આવશે.
અગાઉ વિધાર્થી પરિષદ દ્વારા કરવામાં આવેલી માંગો :
1. આગળના સેમેસ્ટર નું રીઝલ્ટ 2 મહિનાથી આવી જાય પછી પણ હાર્ડ કોપી માર્કશીટ મળતી નથી જેથી વહેલી તકે માર્કશીટ વિધાર્થી ને મળે.
2. એકેડેમિક કેલેન્ડર સમય કરતા લેટ આવે છે તો તે સમયસર આવે.
3. રી-એસેસમેન્ટમાં પાસ થયા હોવા છતાં પૈસા પાછા મળતા નથી તો અત્યાર સુધીમાં જે પણ વિદ્યાર્થીઓને પાસ હોવા છતાં પૈસા નથી મળ્યા તે તમામ વિદ્યાર્થીઓને પૈસા પાછા આપવામાં આવે.
4. પી.આર.સી ફી ના નામે દર વર્ષે ₹300 લેવાય છે તે ફી ત્વરિત ધોરણે લેવાની બંધ કરવી.
5. એન.સી.સી જનરલ ક્રેડિટ કોર્સ નું પરિણામ હજી સુધી પ્રાપ્ત થયું નથી જે ત્વરિત ધોરણે જાહેર કરવામાં આવે.
6. એન.સી.સી જનરલ ઇલેક્ટીવ ક્રેડિટ કોર્સ વિષય તરીકે ઘણી કોલેજમાં ઓફર થતો નથી તો તે વિશે ઓફર કરવામાં આવે.
7. સ્નાતક કક્ષાના કોર્સમાં હાલ યુનિવર્સિટીમાં 4 વર્ષ સાથે વધુ 2 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવે છે પરંતુ એન.ઈ.પી મુજબ ત્રણ વર્ષનું એક્સટેન્શન આપવું જોઈએ. જેથી એક વર્ષ એક્સટેન્શન વધારવામાં આવે.