લોકસભા 2024ની ચૂંટણી માટે પડેલા મતોની ગણતરી થોડીવારમાં જ શરુ થશે. 19 એપ્રિલે મતદાન શરૂ થયું હતું, જે પહેલી જૂને પૂર્ણ થયું હતું. સાત તબક્કામાં મતદાન થયું હતું. ત્યારે આજે ખબર પડશે કે કેન્દ્રમાં કોની સરકાર આવશે અને કોણ વિપક્ષમાં બેસશે. આજે દેશની 542 બેઠકો માટે ચૂંટણીના પરિણામો જાહેર થશે, પરંતુ તેમાંથી 20 બેઠકો એવી છે જેના પરિણામો પર આખા દેશની નજર ટકેલી છે.
આ 20 બેઠકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી, કંગના રણૌતની મંડી, હેમા માલિનીની મથુરા, અરુણ ગોવિલની મેરઠ, રાહુલ ગાંધીની વાયનાડ અને શત્રુઘ્ન સિન્હાની આસનસોલ બેઠક પણ સામેલ છે. આ એવી બેઠકો છે કે જેના પર સમગ્ર દેશ મત ગણતરી સાથે જોડાયેલ દરેક અપડેટ જાણવા માંગે છે.