અમૂલ અને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (JCMMF) ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે, અમૂલનું તાજેતરમાં યુએસમાં લોન્ચ કરાયેલું દૂધ ‘અત્યંત સફળ’ રહ્યું છે. આ સફળતાને જોતાં અમે હવે યુરોપિયન માર્કેટમાં પ્રવેશવા માટે તૈયાર છીએ, જે બ્રાન્ડ માટે ઐતિહાસિક ક્ષણ હશે.
XLRI એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારત હવે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે અને આગામી વર્ષોમાં વિશ્વના એક તૃતીયાંશ દૂધનું ઉત્પાદન કરવા માટે તૈયાર છે.” તેમણે વધુમાં કહ્યું કે, “ડેરી માત્ર એક વ્યવસાય નથી – તે ગ્રામીણ ભારતની જીવનરેખા છે.”
અમૂલ દ્વારા યુ.એસ.માં દૂધના વ્યવસાયની તાજેતરની શરૂઆત વિશે વાત કરતા મહેતાએ કહ્યું કે તે “અત્યંત સફળ” રહ્યું છે. હવે પ્રથમ વખત યુરોપિયન માર્કેટમાં પ્રવેશવા માટે તૈયાર છે.
બજારમાં રહેવા માટે અમૂલ પ્રોટીનથી ભરપૂર, ઓર્ગેનિક અને કેમિકલ મુક્ત ઉત્પાદનો ઓફર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જે ગ્રાહકો દ્વારા વિશ્વાસપાત્ર હોય છે. તેની ક્ષમતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સતત વિસ્તરણ કરવા સાથે તેમણે ડૉ. કુરિયન દ્વારા વિકસિત ઈકોસિસ્ટમની પ્રશંસા કરી હતી.