ચંદ્રયાન 3ની અપાર સફળતા બાદ ઈસરો (ISRO) શુક્ર ગ્રહ પર જવાની તૈયારી કરી રહ્યું છે. ISROએ જાણકારી આપી કે આ મિશનમાં અંતરિક્ષ યાનને ગ્રહ સુધી પહોંચાડવામાં 112 દિવસ લાગશે. જેનું નામ વીનસ ઓર્બિટર મિશન (વીઓએમ) છે. યાનનું લોન્ચિંગ ક્યારે થશે તેની જાહેરાત થઈ ગઈ છે. શુક્ર ગ્રહ માટે ભારતનો આ પહેલો પ્રયાસ હશે. તેનો ઉદ્દેશ્ય ગ્રહના વાયુમંડળ, સતલ અને ભૂવૈજ્ઞાનિક વિશેષતાઓનું અધ્યયન કરવાનો છે. ભારત સરકાર દ્વારા આ મિશન માટે 1,236 કરોડ રુપિયા (લગભગ 150 મિલિયન ડોલર)ની ધનરાશિ સ્વીકૃત કરવામાં આવી છે.
ISROએ જાહેરાત કરી કે જો બધું જ યોગ્ય રહ્યું તો શુક્રયાન-1ને 29 માર્ચ 2028ને લોન્ચ કરવામાં આવશે. શુક્રયાન-1 શુક્ર ગ્રહનું અધ્યયન કરવાનો ભારતનો પહલે પ્રયાસ હશે. આ મિશનમાં ISROના શક્તિશાળી એલવીએમ-3 (લોન્ચ વ્હીકલ માર્ક 3) રોકેટનો ઉપયોગ કરાશે. આ અંતરિક્ષ યાન શુક્રની સપાટી પર લોન્ચિંગના 112 દિવસ બાદ 19 જુલઈ 2028નાં રોજ પહોંચશે. અંતરિક્ષ જગતમાં સતત ધૂમ મચાવી રહેલા ઈસરો માટે આ મોટી ઉપલબ્ધિ હશે.
મિશનનો ઉદ્દેશ્ય
વીઓએમનો ઉદ્દેશ્ય શુક્ર ગ્રહના વાયુમંડળ, સપાટી અને ભૂવૈજ્ઞાનિક વિશેષતાઓનું અધ્યયન કરવાનો છે. મિશનના પ્રાથમિક ઉદ્દેશ્યોમાં ગ્રહની વાયમંડળીય સંરચના, સપાટીની વિશેષતાઓ અને સંભવિત જ્વાલામુખ કે ભૂકંપીય પ્રવૃત્તિઓની તપાસ કરવાનું સામેલ છે. અંતરિક્ષ યાન શુક્ર ગ્રહનું અધ્યયન કરવા માટે ઓર્બિટરમાં સિન્થેટિક અપર્ચર રડાર, ઈન્ફ્રારેડ અને પરાબેંગની કેમેરા તેમજ સેન્સર સહિત અત્યાધુનિક ઉપકરણ મોકલશે. આ ઉપકરણ વૈજ્ઞાનિકોને શુક્રના ગાઢ, કાર્બન ડાયોક્સાઈડ યુક્ત વાયુમંડળના રહસ્યોને જાણવા અને ગ્રહની સપાટી પર સક્રિય જ્વાલામુખીઓની સંભાવના શોધવામાં મદદ કરશે.
શુક્રયાન-1 મિશનમાં ઈસરોની સાથે રશિયા, ફ્રાંસ, સ્વીડન અને જર્મની જેવા દેશોની ભાગીદારી છે. સ્વીડિશ ઈન્સ્ટીટ્યૂટ ઓફ સ્પેસ ફિઝિક્સ (આઈઆરએફ) સૂર્ય અને શુક્રના વાયુમંડળથી આગળ જતા કણોના અધ્યયન કરવા માટે ઈસરોની વીનસિયન ન્યૂટ્રલ્સ એનાલાઈઝર (વીએનએ) ઉપકરણ પ્રદાન કરશે. ભારત સરકારે આ મિશન માટે 1,236 કરોડ રુપિયા (લગભગ 150 મિલિયન ડોલર)નું બજેટ સ્વીકૃત કરાયું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વીનસ ઓર્બિટર મિશન ભારતની અંતરિક્ષ રિસર્ચ ક્ષમતાઓને આગળ વધારશે.