ઉમરેઠમાં કાછીયા પોળના નાકે દસકાઓ જૂની જાહેર મુતરડી છે જેનો ઉપીયોગ પંચવટીથી લઈને મહાલક્ષ્મી માતાના મંદિર સુધીના વિસ્તારના વહેપારીઓ અને ગ્રાહકો કરતા હતા. નગરપાલિકા દ્વારા આ મુતરડી નવી બનાવવા માટે તોડી નાખવામાં આવી પણ અગમ્ય કારણોસર વારંવાર રજુવાતો થવા છતા નવી મુતરડી બની ન શકી. આ કારણે ઉમરેઠના વહેપારીઓ આજે એકઠા થઇ નગરપાલિકા ખાતે હલ્લાબોલ કર્યું અને નગરપાલિકા પ્રમુખ જોડે મુતરડીની ઉગ્ર માંગ કરી. વહેપારીઓ નગરપાલિકામાં ટેક્સ ભરીને વહેપાર કરતા હોય છે પણ તેઓના કહેવા મુજબ ડાયાબિટીસ કે બ્લડ પ્રેસરના રોગી દુકાન ખુલ્લી મૂકીને પેશાબ કરવા ઘરે નથી જય શકતા. ઉપરાંત બહારથી પરિવાર સાથે આવતા ગ્રાહકોને પણ જાહેર મુતરડી વગર પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. હવે શા કારણથી અને શા માટે ઉમરેઠ નગરપાલિકા દ્વારા જાહેર મુતરડી બનાવવાનું અટકાવી દેવાયું છે તે નગરપાલિકાના જવાબદાર વ્યક્તિઓ જ કહી શકે છે.