Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 23°C

ભાવનગરની મોરચંદ, રાણાધાર અને ભવાનીપરા પ્રાથમિક શાળામાં બાળકોને મીઠું મોં કરાવી શાળા પ્રવેશ કરાવતા રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઇ સોલંકી

ભાવનગરની મોરચંદ, રાણાધાર અને ભવાનીપરા પ્રાથમિક શાળામાં બાળકોને મીઠું મોં કરાવી શાળા પ્રવેશ કરાવતા રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઇ સોલંકી

પરસોત્તમભાઇ સોલંકી એ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. આપણું બાળક પ્રવેશથી વંચિત ન રહે અને શિક્ષણ ક્ષેત્રની તમામ યોજનાઓનો વધુને વધુ લાભ લઈ શિક્ષણ ક્ષેત્રે આગળ આવી ઉજ્વળ ભવિષ્ય બનાવવા આહવાન કર્યું હતું.

રાણાધાર ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રીના હસ્તે મોરચંદ ખાતે કેન્દ્રવર્તી-કન્યા શાળાના આંગણવાડીના ૧૬, બાલવાટિકાના-૨૧ કુમાર-કન્યા એમ કુલ-૩૭  ભુલકાઓને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ્સ આપી તેમજ ધો-૯ ના પ્રવેશપાત્ર-૩૪ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

રાણાધાર પ્રાથમિક શાળાના બાલવાટિકાના-૧૯, આંગણવાડી ના ૧૩ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત ભવાનીપરા પ્રાથમિક શાળાના બાલવાટિકાના-૨, આંગણવાડી ના ૪ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પરસોત્તમભાઇ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

 

 

રીપોર્ટ : સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.