click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કામરેજમાં પ્લોટના નામે ₹1.56 કરોડની છેતરપિંડીનો આરોપ, અમદાવાદની પતંગ હોટેલના માલિકની ધરપકડ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કામરેજમાં પ્લોટના નામે ₹1.56 કરોડની છેતરપિંડીનો આરોપ, અમદાવાદની પતંગ હોટેલના માલિકની ધરપકડ
GujaratSurat

કામરેજમાં પ્લોટના નામે ₹1.56 કરોડની છેતરપિંડીનો આરોપ, અમદાવાદની પતંગ હોટેલના માલિકની ધરપકડ

Last updated: 2026/07/28 at 6:22 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં જમીન અને પ્લોટ આપવાના નામે નાગરિકો પાસેથી લાખો-કરોડો રૂપિયા ઉઘરાવી છેતરપિંડી કરવાના કેસમાં કામરેજ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે અમદાવાદની જાણીતી પતંગ હોટેલના માલિક ઉમંગ હરીભાઈ ઠક્કરની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે.

Contents
15થી વધુ લોકો પાસેથી ₹1.56 કરોડ વસૂલ્યાનો આરોપજમીન અન્યના નામે, RERA મંજૂરી પણ નહોતીઆરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ: PI આર.બી. ગોજિયાતેજસ વસી (સુરત)

પોલીસ તપાસ અનુસાર, આરોપીએ કામરેજ તાલુકાના ખોલવડ ગામમાં ‘સહજાનંદ નિર્વાણા’ નામે પ્લોટિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જોકે, જે જમીન પર પ્રોજેક્ટ દર્શાવવામાં આવ્યો હતો તે જમીન વર્ષ 2018માં જ અન્ય વ્યક્તિને વેચાઈ ચૂકી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જમીનનું ટાઇટલ ક્લિયર ન હોવા છતાં પ્રોજેક્ટનું માર્કેટિંગ કરી પ્લોટનું બુકિંગ અને વેચાણ શરૂ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે.

15થી વધુ લોકો પાસેથી ₹1.56 કરોડ વસૂલ્યાનો આરોપ

કામરેજ પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ લોકોને ઓછા ભાવે પ્લોટ આપવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધા હતા. પ્રોજેક્ટના બેનરો, જાહેરાતો અને સેલ્સ ટીમ મારફતે પ્રચાર કરવામાં આવ્યો હતો. અનેક લોકોએ હપ્તા અથવા એકસાથે રકમ ચૂકવી પ્લોટનું બુકિંગ કરાવ્યું હતું.

પોલીસ તપાસમાં 15થી 16 જેટલા ફરિયાદીઓ પાસેથી કુલ ₹1.56 કરોડ વસૂલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, ફરિયાદીઓનો આરોપ છે કે તેમને ન તો પ્લોટની ફાળવણી કરવામાં આવી અને ન તો ચૂકવેલી રકમ પરત કરવામાં આવી. લાંબા સમય સુધી રાહ જોયા બાદ એક મહિલા સહિતના ભોગ બનનારાઓએ કામરેજ પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી.

જમીન અન્યના નામે, RERA મંજૂરી પણ નહોતી

તપાસ દરમિયાન પ્રોજેક્ટ માટે દર્શાવવામાં આવેલી જમીન અન્ય વ્યક્તિના નામે હોવાનું અને જમીનના માલિકીહક અંગે કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત પ્રોજેક્ટ માટે જરૂરી RERA મંજૂરી લેવામાં આવી ન હોવાનો પોલીસનો દાવો છે.

કામરેજ પોલીસ સ્ટેશનમાં 2 મે, 2026ના રોજ ઉમંગ ઠક્કર, નીલ ઠક્કર અને કાંતા ઠક્કર સહિતના આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આરોપીઓ સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને કાવતરાં સંબંધિત ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, ઉમંગ ઠક્કર લાંબા સમયથી ધરપકડથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આખરે પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેસની વધુ તપાસ ચાલુ હોવાથી અન્ય ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ: PI આર.બી. ગોજિયા

કામરેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ગોજિયાના જણાવ્યા અનુસાર, આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 316 અને 318 સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

તપાસમાં ખોલવડ ગામની ટાઇટલ ક્લિયર ન હોય તેવી જમીન પર ‘સહજાનંદ નિર્વાણા’ પ્રોજેક્ટના નામે પ્લોટ વેચાણ શરૂ કરીને 15થી 16 ફરિયાદીઓ પાસેથી કુલ ₹1.56 કરોડ વસૂલવામાં આવ્યા હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.

PI ગોજિયાએ જણાવ્યું કે, “આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. તપાસ આગળ વધતાં અન્ય મહત્વપૂર્ણ વિગતો સામે આવી શકે છે.”

 

તેજસ વસી (સુરત)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

સેવા, શિક્ષણ અને સંસ્કારની 20 વર્ષની ગૌરવયાત્રા — ‘આરોહણ’ મહોત્સવમાં ડૉ. ભીખુભાઈ પટેલનું ભવ્ય સન્માન

સંત શિરોમણી મહાત્મા રવિદાસજીની 650મી જન્મજયંતી નિમિત્તે કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો

ગુરુ રવિદાસ મહારાજ દ્વારા રાષ્ટ્રમાં સનાતન સમરસતા માટે યોગદાન અમૂલ્ય રહ્યું

પાલિતાણામાં 1690 વૃક્ષો કાપવાનો કેસ: ગુજરાત હાઈકોર્ટનો અનોખો આદેશ, જામીન માટે 1700 વૃક્ષો વાવી 3 વર્ષ સુધી કરવી પડશે જાળવણી

અમદાવાદમાં રખડતા શ્વાનોનો વધતો આતંક: 6 મહિનામાં 46,634 ડોગ બાઈટના કેસ, રોજ 250થી વધુ લોકો બન્યા ભોગ

TAGGED: @india, BNS Section 316, BNS Section 318, Breaking news, CM Gujarat, gujarat, Gujarat Property Fraud, gujarati news, india news, Kamrej Fraud Case, Kamrej Plot Scam, Kamrej Police Action, Kanta Thakkar, Kholvad Land Dispute, Land Title Fraud Gujarat, localnewsingujarat, Narendra Modi, Neel Thakkar, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Patang Hotel Owner Arrested, Plot Booking Fraud, Project Without RERA Approval, Real Estate Cheating Case, RERA મંજૂરી વગર પ્રોજેક્ટ, Rs 1.56 Crore Fraud, Sahajanand Nirvana Project, Surat crime news, Surat Land Fraud, Surat Real Estate Scam, top news, top news channel, topnewschannel, topnewschannelinindia, Umang Thakkar Arrested, ઉમંગ ઠક્કર ધરપકડ, કાંતા ઠક્કર, કામરેજ છેતરપિંડી કેસ, કામરેજ પોલીસ કાર્યવાહી, કામરેજ પ્લોટ છેતરપિંડી, ખોલવડ જમીન વિવાદ, ગુજરાત જમીન કૌભાંડ, ટાઇટલ ક્લિયર વગર પ્લોટ વેચાણ, નીલ ઠક્કર, પતંગ હોટેલ માલિક ધરપકડ, પ્લોટના નામે છેતરપિંડી, ભારત, ભારતીય ન્યાય સંહિતા કલમ 316, ભારતીય ન્યાય સંહિતા કલમ 318, રિયલ એસ્ટેટ છેતરપિંડી, સહજાનંદ નિર્વાણા પ્રોજેક્ટ, સુરત ક્રાઇમ ન્યૂઝ, સુરત જમીન કૌભાંડ, સુરત રિયલ એસ્ટેટ ફ્રોડ, ₹1.56 કરોડની છેતરપિંડી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 28, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કંડલા પોર્ટે એક જ દિવસમાં 7.83 લાખ MT કાર્ગો હેન્ડલ કરી પોતાનો નેશનલ રેકોર્ડ તોડ્યો
Next Article બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અપડેટ : મુંબઈથી અમદાવાદ 2 કલાક 7 મિનિટમાં, 21 કિમી ટનલથી 12 સ્ટેશન સુધી જાણો કેટલું કામ પૂર્ણ થયું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સેવા, શિક્ષણ અને સંસ્કારની 20 વર્ષની ગૌરવયાત્રા — ‘આરોહણ’ મહોત્સવમાં ડૉ. ભીખુભાઈ પટેલનું ભવ્ય સન્માન
Anand Gujarat ઓગસ્ટ 18, 2026
સંત શિરોમણી મહાત્મા રવિદાસજીની 650મી જન્મજયંતી નિમિત્તે કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો
Gujarat Kheda ઓગસ્ટ 18, 2026
ગુરુ રવિદાસ મહારાજ દ્વારા રાષ્ટ્રમાં સનાતન સમરસતા માટે યોગદાન અમૂલ્ય રહ્યું
Bhavnagar Gujarat ઓગસ્ટ 18, 2026
પાલિતાણામાં 1690 વૃક્ષો કાપવાનો કેસ: ગુજરાત હાઈકોર્ટનો અનોખો આદેશ, જામીન માટે 1700 વૃક્ષો વાવી 3 વર્ષ સુધી કરવી પડશે જાળવણી
Bhavnagar Gujarat ઓગસ્ટ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?