click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સુરતમાં મેઘતાંડવ વચ્ચે ડ્રેનેજ વિભાગનો રેકોર્ડ: એક જ દિવસમાં 2,915 MLD પાણીનું પંપિંગ, 1,633 MLD ગંદા પાણીની ટ્રીટમેન્ટ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સુરતમાં મેઘતાંડવ વચ્ચે ડ્રેનેજ વિભાગનો રેકોર્ડ: એક જ દિવસમાં 2,915 MLD પાણીનું પંપિંગ, 1,633 MLD ગંદા પાણીની ટ્રીટમેન્ટ
GujaratSurat

સુરતમાં મેઘતાંડવ વચ્ચે ડ્રેનેજ વિભાગનો રેકોર્ડ: એક જ દિવસમાં 2,915 MLD પાણીનું પંપિંગ, 1,633 MLD ગંદા પાણીની ટ્રીટમેન્ટ

સુરતમાં 23 જુલાઈના અતિભારે વરસાદ અને ખાડીપૂર વચ્ચે ડ્રેનેજ વિભાગે રેકોર્ડબ્રેક કામગીરી કરી. એક જ દિવસમાં 2,915.03 MLD પાણીનું પંપિંગ અને 1,633.40 MLD ગંદા પાણીની ટ્રીટમેન્ટ કરીને નવી સિદ્ધિ નોંધાવી.

Last updated: 2026/07/25 at 5:14 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

23 જુલાઈના અતિભારે વરસાદ અને ખાડીપૂરની સ્થિતિએ સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ સામે અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર ઊભો કર્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ અટકી જતાં રસ્તાઓ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આવી વિકટ પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગે રેકોર્ડબ્રેક કામગીરી કરીને એક જ દિવસમાં 2,915.03 MLD પાણીનું પંપિંગ અને 1,633.40 MLD ગંદા પાણીની ટ્રીટમેન્ટ કરી નવી સિદ્ધિ નોંધાવી છે.

અતિભારે વરસાદ અને ખાડીના ઊંચા જળસ્તરના કારણે વરસાદી પાણી આઉટફોલ મારફતે બહાર નીકળી શકતું નહોતું. જેના કારણે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની હતી. પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે મહાનગરપાલિકાએ અનેક સ્થળોએ ગટરના ઢાંકણા ખોલવાની ફરજ પડી હતી. પરિણામે વરસાદી પાણી, ગંદા પાણી અને કેટલાક વિસ્તારોમાં ખાડીનું પાણી સીધું જ સિવરેજ નેટવર્કમાં પ્રવેશવા લાગ્યું હતું.

સામાન્ય દિવસોમાં ડ્રેનેજ સિસ્ટમ મુખ્યત્વે ગંદા પાણીનો જ પ્રવાહ સંભાળે છે, પરંતુ 23 જુલાઈએ સમગ્ર નેટવર્ક પર અસાધારણ હાઇડ્રોલિક લોડ સર્જાયો હતો. તેમ છતાં શહેરના તમામ સિવરેજ પંપિંગ સ્ટેશન (SPS) અને સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) સતત કાર્યરત રહ્યા હતા અને કામગીરીમાં કોઈ મોટો ટેકનિકલ વિક્ષેપ નોંધાયો નહોતો.

ડ્રેનેજ વિભાગના સત્તાવાર આંકડા મુજબ, 23 જુલાઈના રોજ કુલ 2,915.03 MLD પાણીનું પંપિંગ કરવામાં આવ્યું હતું. જૂન 2026 દરમિયાન ડાયવર્ટેડ ફ્લો સહિતનો સરેરાશ પ્રવાહ 1,838 MLD હતો. આ રીતે સામાન્ય દિવસોની સરખામણીએ લગભગ 59 ટકા વધુ પ્રવાહનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.

ગંદા પાણીની ટ્રીટમેન્ટમાં પણ નવો રેકોર્ડ નોંધાયો હતો. શહેરના STP દ્વારા એક જ દિવસમાં 1,633.40 MLD ગંદા પાણીની ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી, જ્યારે જૂન મહિનાની સરેરાશ ટ્રીટમેન્ટ 1,238 MLD હતી. એટલે કે સામાન્ય દિવસોની સરખામણીએ લગભગ 32 ટકા વધુ ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી.

સુરતમાં 7 જુલાઈના રોજ થયેલા ભારે વરસાદ બાદ કેટલાક ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સર્જાયેલી ટેકનિકલ સમસ્યાઓમાંથી પાઠ શીખીને હાઇડ્રોલિક વિભાગે અગાઉથી તૈયારીઓ કરી હતી. જેના કારણે 23 જુલાઈની વધુ પડકારજનક પરિસ્થિતિમાં પણ સમગ્ર ડ્રેનેજ નેટવર્ક કાર્યરત રાખવામાં સફળતા મળી હતી.

પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, શહેરના SPS અને STP પર અત્યાર સુધીનો સૌથી મોટો હાઇડ્રોલિક લોડ સર્જાયો હોવા છતાં તમામ સિસ્ટમોએ ક્ષમતાથી વધુ કામગીરી કરી હતી. આ કામગીરી સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ માટે રેકોર્ડબ્રેક સિદ્ધિ તરીકે નોંધાઈ છે.

મહાનગરપાલિકાના આંકડાઓ દર્શાવે છે કે આધુનિક ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સમયસરની કામગીરીના કારણે શહેરને વધુ ગંભીર સ્થિતિમાંથી બચાવવામાં સફળતા મળી હતી. ભારે વરસાદ અને ખાડીપૂર જેવી દ્વિગુણી કુદરતી પડકાર વચ્ચે પણ શહેરની ડ્રેનેજ વ્યવસ્થાએ પોતાની ક્ષમતાનો શ્રેષ્ઠ દેખાવ કર્યો છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

મધુબન ડેમ તૂટ્યો હોવાની અફવા ખોટી સાબિત: વલસાડ તંત્રની સ્પષ્ટતા, ગ્રામજનોમાં ફેલાયેલી દહેશત બાદ પોલીસે કરી જાહેરાત

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: 21 ડેમ હાઈ એલર્ટ પર, 648 રસ્તા બંધ, 40 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું: NEET પેપર લીક વિવાદ અને વિરોધ પ્રદર્શન વચ્ચે લીધો મોટો નિર્ણય

વણાંકબોરી ડેમ ઓવરફ્લો: 222.5 ફૂટે પહોંચ્યું જળસ્તર, મહીસાગર નદી બંને કાંઠે વહેતી થઈ; વડોદરા સહિત સેંકડો ગામોની પાણી ચિંતા દૂર

સાબરકાંઠાના સાયબાપુરમાં નદીના પ્રચંડ પ્રવાહમાં ટ્રેક્ટર તણાયું, રેતી ખનન દરમિયાન સર્જાઈ ઘટના, તમામ લોકોનો આબાદ બચાવ

TAGGED: @india, gujarat, Gujarat monsoon update, Gujarat Rain News, oneindianews, Surat Drainage Department Record, Surat Drainage System, Surat Flood Update, Surat Heavy Rain News, Surat Monsoon 2026, Surat Municipal Corporation, Surat Sewage Pumping Station, Surat SPS STP Performance, Surat STP Record, Surat Water Logging, ગુજરાત વરસાદ, સુરત ડ્રેનેજ વિભાગ, સુરત પૂર સ્થિતિ, સુરત મહાનગરપાલિકા, સુરત વરસાદ સમાચાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 25, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: 21 ડેમ હાઈ એલર્ટ પર, 648 રસ્તા બંધ, 40 હજારથી વધુ લોકોનું સ્થળાંતર
Next Article મધુબન ડેમ તૂટ્યો હોવાની અફવા ખોટી સાબિત: વલસાડ તંત્રની સ્પષ્ટતા, ગ્રામજનોમાં ફેલાયેલી દહેશત બાદ પોલીસે કરી જાહેરાત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મધુબન ડેમ તૂટ્યો હોવાની અફવા ખોટી સાબિત: વલસાડ તંત્રની સ્પષ્ટતા, ગ્રામજનોમાં ફેલાયેલી દહેશત બાદ પોલીસે કરી જાહેરાત
Gujarat Valsad જુલાઇ 25, 2026
સુરતમાં મેઘતાંડવ વચ્ચે ડ્રેનેજ વિભાગનો રેકોર્ડ: એક જ દિવસમાં 2,915 MLD પાણીનું પંપિંગ, 1,633 MLD ગંદા પાણીની ટ્રીટમેન્ટ
Gujarat Surat જુલાઇ 25, 2026
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: 21 ડેમ હાઈ એલર્ટ પર, 648 રસ્તા બંધ, 40 હજારથી વધુ લોકોનું સ્થળાંતર
Gujarat જુલાઇ 25, 2026
શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું: NEET પેપર લીક વિવાદ અને વિરોધ પ્રદર્શન વચ્ચે લીધો મોટો નિર્ણય
Gujarat જુલાઇ 25, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?