- સમરસતા રણનીતિ નહિ, નિષ્ઠાનો વિષય છે – સંધ
- સંપૂર્ણ સમાજને સાથે રાખીને સામાજિક પરિવર્તનની દિશામાં આગળ વધવાનો સંઘનો સંકલ્પ
- શ્રી દત્તાત્રેય હોસબાલે પુનઃ સરકાર્યવાહ તરીકે ચુંટાયા.
- વર્તમાનમાં સંઘની કુલ 73,117 દૈનિક શાખાઓ છે.
- સાપ્તાહિક મિલનની સંખ્યા 27,717 છે.
- ગુજરાતમાં 1588 દૈનિક શાખા, 1128 સાપ્તાહિક મિલન તથા 625 સંઘમંડળ છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા નાગપુરમાં રેશિમ બાગ, સ્મૃતિ મંદિર સંકુલમાં 15-17 માર્ચ 2024 દરમિયાન યોજાઈ ગઈ. આ પ્રતિનિધિ સભા માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવત, સરકાર્યવાહ મા દત્તાત્રેય હોસબાલે, તમામ છ સહ સરકાર્યવાહ સહિત અખિલ ભારતીય કાર્યકારીણીના સદસ્યો, પ્રાંત પ્રતિનિધિઓ, ક્ષેત્ર અને પ્રાંતના કાર્યકર્તાઓ, વિભાગ પ્રચારક તેમજ વિવિધ સંગઠનોના અખિલ ભારતીય પદાધિકારીઓની ઉપસ્થિતિ હતી. બેઠકમાં તમામ 45 પ્રાંતોના 1500 થી વધુ કાર્યકરો ઉપસ્થિત રહ્યા.
બેઠકની શરૂઆત પ પૂ સરસંઘચાલક મા. મોહનજી ભાગવત દ્વારા ભારતમાતાને પુષ્પાંજલી અને દિપ પ્રાગટ્ય થી થઈ. એ પછી સમાજજીવન ના અન્યાન્ય ક્ષેત્રોમાં અગ્રેસર રહેલા મહાનુભાવો જેમનું અવસાન થયું હતું એ તમામને મૌન પાળી શ્રધ્ધાજલી આપી હતી. જેમાં ગુજરાતના સ્વ શારદાબેન મહેતા (ટોરેન્ટ ગ્રુપ) ને પ્રતિનિધિ સભામાં શ્રધ્ધાંજલી અપર્ણ કરાઈ.
કાર્યની દૃષ્ટિએ સંઘના 45 પ્રાંત છે, ત્યારબાદ વિભાગો અને ત્યારબાદ જિલ્લા અને ખંડ છે. વર્તમાનમાં સંઘની કુલ 73,117 દૈનિક શાખાઓ છે. ગયા વર્ષથી અત્યાર સુધીમાં 4,466 શાખાઓનો વધારો થયો છે. આ શાખાઓમાં 60 ટકા વિદ્યાર્થીઓ અને 40 ટકા વ્યવસાયિકનો સમાવેશ થાય છે. આમાં 40 વર્ષથી વધુ વયના પુખ્ત વયના લોકોની સંખ્યા 11 ટકા છે.
સાપ્તાહિક મિલનની સંખ્યા 27717 છે, જેમાં ગયા વર્ષ કરતાં 840 સાપ્તાહિક મિલનનો વધારો થયો છે. સંઘ મંડળીની સંખ્યા 10567 છે. શહેરો અને મહાનગરોની 10 હજાર વસ્તીઓમાં 43000 શાખાઓ છે.
મહિલા સંકલનના કાર્યમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ અને વિવિધ સંસ્થાઓમાં સક્રિય મહિલા કાર્યકરો દ્વારા 44 પ્રાંતોમાં 460 મહિલા સંમેલન યોજવામાં આવ્યા હતા, જેમાં 5 લાખ 61 હજાર મહિલાઓએ ભાગ લીધો હતો.
અહલ્યાબાઈ હોલકરની જન્મ શતાબ્દી વર્ષ
અહલ્યાબાઈ હોલકરની જન્મ શતાબ્દી વર્ષ 2024 થી એપ્રિલ 2025 સુધી ઉજવવામાં આવશે. અહલ્યાબાઈ હોલકરે દેશભરમાં ધાર્મિક સ્થળોનું પુનઃનિર્માણ કરાવ્યું અને નિરાધાર લોકોની આર્થિક આત્મનિર્ભરતા માટે ઘણું કામ કર્યું. તેમના યોગદાનને સમગ્ર ભારતમાં ફેલાવવાની યોજના પર કામ શરૂ થઈ ગયું છે.
પ્રભુ શ્રીરામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ
અયોધ્યામાં રામલલાના અભિષેકને લઈને સંઘનો વ્યાપક જનસંપર્ક થયો હતો. અક્ષત વિતરણ
અભિયાન દ્વારા 578778 ગામો અને 4,727 નગરોના કુલ 19 કરોડ 38 લાખ 49 હજાર 71
પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંઘના સ્વયંસેવકો સહીત 44 લાખ 98 હજાર 334 રામ ભક્તો જોડાયા.
સંઘ શિક્ષણ વર્ગોની રચનામાં નવો અભ્યાસક્રમ
સંઘ શિક્ષણ વિભાગની રચનામાં નવો અભ્યાસક્રમ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ, સંઘ શિક્ષણ વર્ગની રચનામાં, પ્રાથમિક શિક્ષણ વર્ગ 7 દિવસનો હતો, પ્રથમ વર્ષ 20 દિવસનો, બીજો વર્ષ 20 દિવસનો અને ત્રીજો વર્ષ 25 દિવસનો હતો.
હવે નવી યોજનામાં 3 દિવસનો પ્રારંભિક વર્ગ, 7 દિવસનો પ્રાથમિક શિક્ષણ વર્ગ અને 15 દિવસનો સંઘ શિક્ષણ વર્ગ અને 20 દિવસનો કાર્યકર વિકાસ વર્ગ-1 અને 25 દિવસનો કાર્યકર વિકાસ વર્ગ- 2 રહેશે.
2017 થી 2023 સુધી દર વર્ષે સંઘની આ વેબસાઇટ પર સંઘમાં જોડાવા માટે 1 લાખથી વધુ વિનંતીઓ સતત આવી રહી છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024માં રામલલાના અભિષેક બાદ આ આંકડા બમણા થઈ ગયા છે.
ગુજરાત માં સંઘકાર્ય સ્થિતિ
ગુજરાતમાં વર્તમાનમાં 1588 દૈનિક શાખા, 1128 સાપ્તાહિક મિલન તથા 625 સંઘમંડળ છે. વિશેષ કાર્યક્રમમાં હિંમતનગર ખાતે અંગદ શક્તિ એકત્રીકરણી નું આયોજન કરાયું હતું જેમાં 8052 સ્વયંસેવકોએ ભાગ લીધો.
ગુજરાતમાં સંઘની જવાબદારીમાં બદલ
1. ગુજરાતના પ્રાંત પ્રચારક શ્રી ચિંતનભાઈ ઉપાધ્યાય હવે પછી પશ્ચિમ ક્ષેત્ર (ગુજરાત. મહારાષ્ટ્ર, ગોવા)ના સહ ક્ષેત્ર પ્રચારક તરીકે જવાબદારી સંભાળશે.
2. ગુજરાતના સહ પ્રાંતપ્રચારક શ્રી નિમેશભાઈ પટેલ હવે પછી ગુજરાત પ્રાંત પ્રચારક તરીકે જવાબદારી સંભાળશે.
3. શ્રી કૃણાલભાઈ રૂપાપરા ગુજરાતના સહ પ્રાંત પ્રચારક તરીકે જવાબદારી સંભાળશે.
4. શ્રી અતુલની લીમયે ક્ષેત્ર પ્રચારક, પશ્ચિમ ક્ષેત્ર હવે પછી સહ સરકાર્યવાહની જવાબદારી સંભાળશે.