Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ ખાતે ત્રીજા નોરતે ભાવભક્તિપૂર્વક ગરબાની ઉજવણી

નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ ખાતે ત્રીજા નોરતે ભાવભક્તિપૂર્વક ગરબાની ઉજવણી

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ની દિવ્ય અખંડ જ્યોતિને અજવાળે, મહંત પ. પૂ. શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે માં અંબાના આરાધના ઉત્સવ એટલે નવરાત્રીની ત્રીજા નોરતે ભાવ ભક્તિ પૂર્વક ગરબાની ઉજવણી કરવામાં આવી.

શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ ના નર્સરી થી ધોરણ ચાર ના બાળકો માં સમજણ સાથે ઉત્સવ ની ઉજવણી ના હેતુ સહ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. તેમાં નવરાત્રીનું મહત્વ અને જીવનોપયોગી મૂલ્યો ની સમજણ નું સિંચન કરવામાં આવ્યું. બાળકો પણ અવનવા પરંપરાગત પરિધાનમાં આવ્યા હતા. તેમાં બેસ્ટ એક્શન બેસ્ટ ડ્રેસિંગના નંબર પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળા વ્યવસ્થાપક કમિટીના સભ્યો, શિક્ષકો અને તેમજ બાળકોએ ઉત્સાહભેર ઉજવણી માં ભાગ લીધો હતો.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.