વાલોડ ગ્રામ પંચાયત માં મોટા પાયે કામોના ડુપ્લિકેશન બતાવી ને ભ્રષ્ટાચારના આક્ષેપો ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા જ કરવામાં આવ્યા
વાલોડ તાલુકામાં અત્યારે દાદરીયા અને અંધાત્રી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની તપાસ ચાલી જ રહી છે, ત્યારે વાલોડ તાલુકાની વધુ એક વાલોડ ગ્રામ પંચાયતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેની બૂમ ઊઠી છે
ઉદાહરણ તરીકે
( જૂની યોજનાનું નામ : મોજે વાલોડ ગામે 15 મુ નાણાપંચ ( ગ્રામ્ય કક્ષાએ) વાલોડ ગામે શેઢી ફળિયામાં વરસાદી પાણીની ગટર લાઈન નું કામ.
નવી યોજના : મોજે વાલોડ ગામે આંતરિક ગટરલાઇન નું કામ.)

વાલોડ ગ્રામ પંચાયત પાસે ગામની અંદર સ્ટ્રીટ લાઈટ નવી નાખવા માટે કે બલ્બ નવો નાખવા માટે પૈસા નથી એવું કહેવામાં આવે છે, ત્યારે આવી રીતે કામોના ડુપ્લીકેસન બતાવીને નાણાંની ઉચાપત કરવામાં આવે છે એ કેટલું યોગ્ય છે ???
શું વાલોડ ગામનો વિકાસ આવી
રીતે થશે ??