click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમર પ્રીત સિંહ બન્યા વાયુ સેનાના વડા, 5000 કલાક વિમાન ઉડાવવાનો અનુભવ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અમર પ્રીત સિંહ બન્યા વાયુ સેનાના વડા, 5000 કલાક વિમાન ઉડાવવાનો અનુભવ
Gujarat

અમર પ્રીત સિંહ બન્યા વાયુ સેનાના વડા, 5000 કલાક વિમાન ઉડાવવાનો અનુભવ

Last updated: 2024/10/01 at 12:37 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીની વિદાય બાદ દેશને વધુ એક વાયુસેના પ્રમુખ મળ્યા છે. નવા પ્રમુખ તરીકે એર માર્શલ અમર પ્રીત સિંહે કમાન સંભાળી લીધી છે. એ.પી.સિંહને કાર્યભાર સોંપતા પહેલા વી.આર.ચૌધરીએ આજે સવારે વાયુ ભવનમાં પરંપરાગત ‘વૉક થ્રૂ’ કર્યું હતું અને તે પહેલા તેમણે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર દિવંગત વીરોને શ્રદ્ધાંજલી અર્પી હતી. ત્યારબાદ વાયુસેનાના વાયુ યોદ્ધાઓ દ્વારા ચૌધરીને વિદાઈ સલામી રૂપે ઔપચારિક ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું.

Contents
એ.પી.સિંહને 40 વર્ષનો અનુભવએ.પી.સિંહને 5000 કલાકથી વધુ સમય વિમાન ઉડાવવાનો અનુભવ59 વર્ષની ઉંમરમાં ઉડાવ્યું તેજસસિંહે મોસ્કોમાં મિગ-29 અપગ્રેટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમનું નેતૃત્વ કર્યું હતુંમધ્ય વાયુ કમાનના એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ હતાભાળતાની સાથે જ અનોખો સંયોગ બન્યોકોણે ક્યારે કાર્યભાર સંભાળ્યો? વાયુસેનાના નવા પ્રમુખની સિદ્ધીએ.પી.સિંહના આગામી પડકારો

એ.પી.સિંહને 40 વર્ષનો અનુભવ

1964માં 27મી ઓક્ટોબરે જન્મેલા એર માર્શલ એ.પી.સિંહને ડિસેમ્બર-1984માં ભારતીય વાયુસેનાના ફાઈટર પાઈલર સ્ટ્રીમમાં કમીશન આપવામાં આવ્યું હતું. તેમણે લગભગ 40 વર્ષની લાંબી અને વિશિષ્ટ સેવા દરમિયાન અનેક કમાન્ડ, સ્ટાફ, ઈન્સ્ટ્રક્શનલ અને વિદેશી નિમણૂંકોમાં સેવા આપી છે.

Air Chief Marshal VR Chaudhari handed over command of #IndianAirForce today. On the occasion, he paid homage to the departed brave hearts at the #NationalWarMemorial in the morning before undertaking the traditional 'walk through' at the Vayu Bhawan. He was presented a… pic.twitter.com/FlmA6BIqfj

— Indian Air Force (@IAF_MCC) September 30, 2024

એ.પી.સિંહને 5000 કલાકથી વધુ સમય વિમાન ઉડાવવાનો અનુભવ

રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી, સંરક્ષણ સેવાઓ સ્ટાફ કોલેજ અને રાષ્ટ્રીય સંરક્ષણ કોલેજના પૂર્વ વિદ્યાર્થી એ.પી.સિંહ એર ઑફિસર, ફ્લાઈટ પ્રશિક્ષક અને પ્રોયાગિક પરીક્ષણ પાયલટ છે. આ ઉપરાંત તેઓ ઘણાં પ્રકારના ફિક્સ્ડ અને રોટરી વિંગ વિમાનો પર 5000 કલાકથી વધુ સમય વિમાન ઉડાવવાનો અનુભવ ધરાવે છે.

59 વર્ષની ઉંમરમાં ઉડાવ્યું તેજસ

વાયુસેનાના નવા પ્રમુખ અમર પ્રીત સિંહે તાજેતરમાં જ ઈન્ડિયન ફાઇટર જેટ તેજસને ઉડાવીને ન માત્ર સૌને ચોંકાવ્યા હતા, પરંતુ પોતાની ઉંમરના કારણે સૌનું ધ્યાન પણ ખેંચ્યું હતું. જ્યારે તેમણે તેજસ વિમાન ઉડાવ્યું હતું ત્યારે તેમની ઉંમર 59 વર્ષ હતી. પોતાની સેવા માટે પરમ વિશિષ્ઠ સેવા પદક અને અતિ વિશિષ્ટ સેવા પદકથી સન્માનિત કરાઈ ચૂક્યા છે.

સિંહે મોસ્કોમાં મિગ-29 અપગ્રેટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમનું નેતૃત્વ કર્યું હતું

પોતાના કરિયર દરમિયાન તેઓ ઓપરેશનલ ફાઇટર સ્ક્વાડ્રન અને ફ્રન્ટલાઇન એર બેઝની કમાન સંભાળી ચૂક્યા છે. પાયલોટ તરીકે તેમણે મોસ્કો, રશિયામાં મિગ-29 અપગ્રેડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેઓ રાષ્ટ્રીય ઉડાન પરીક્ષણ કેન્દ્રમાં પરિયોજના નિદેશક પણ હતા.

મધ્ય વાયુ કમાનના એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ હતા

તેમને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસની ઉડાન પરીક્ષણનું કામ સોંપાયું હતું. તેમણે દક્ષિણ પશ્ચિમી વાયુ કમાનમાં વાયુ રક્ષા કમાન્ડર અને પૂર્વી વાયુ કમાનમાં વરિષ્ઠ વાયુ સ્ટાફ અધિકારીના મહત્વના પદો પર પોતાની સેવા આપી છે. વાયુસેના ઉપ-પ્રમુખનો પદભાર સંભાળતા પહેલા તેઓ મધ્ય વાયુ કમાનના એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ હતા.

ભાળતાની સાથે જ અનોખો સંયોગ બન્યો

વાયુસેનાના વડા તરીકે એર માર્શલ અમર પ્રીત સિંહે આજે વાયુસેનાના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી લેતાની સાથે જ અનોખો સંયોગ બન્યો છે. તેમણે કાર્યભાર સંભાળતાની સાથે જ કંઈક એવું બન્યું છે, જે ભૂતકાળમાં ક્યારેય નહોતું બન્યું, અને તે એ છે કે, દેશની ત્રણ સૈન્ય પાંખના વડા એકબીજાના કોર્સમેટ્સ અને ક્લાસમેટ્સ છે. ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને એર માર્શલ અમર પ્રીત સિંઘ ‘નેશનલ ડિફેન્સ એકેડેમી’ના 65 મા કોર્સમાં સાથે ભણ્યા હતા. તેઓ 1983માં ત્યાંથી પાસ આઉટ થયા હતા. બીજી તરફ જનરલ દ્વિવેદી અને ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી મધ્ય પ્રદેશમાં રીવામાં આવેલી સૈનિક સ્કૂલમાં ક્લાસમેટ્સ હતા. ભારતીય સૈન્ય દળોમાં અગાઉ આવો સંયોગ ક્યારેય નહોતો સર્જાયો.

કોણે ક્યારે કાર્યભાર સંભાળ્યો? 

ત્રણે વડાની નિમણૂક છેલ્લા પાંચ મહિના દરમિયાન જ થઈ છે. એડમિરલ ત્રિપાઠીએ 30 એપ્રિલ, 2024ના દિવસે નૌકાદળના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, જ્યારે જનરલ દ્વિવેદીએ 31 જુલાઈએ થળસેનાનો કાર્યભાર સંભાળ્યો હતો. એર માર્શલ એ.પી. સિંહે આજથી (30 સપ્ટેમ્બર) વાયુસેનાનો કાર્યભાર સંભાળી લીધો છે. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને એર માર્શલ એ.પી. સિંહ ખૂબ સારા મિત્રો છે. એના લીધે સેનાની ત્રણે પાંખ વચ્ચે સુમેળભર્યો તાલમેલ સધાશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણના નેતૃત્વમાં દેશના સંરક્ષણ દળો માટે થિયેટર કમાન્ડ બનાવવા બાબતે કામ ચાલી રહ્યું છે, એવામાં ત્રણે સેનાના વડાઓ વચ્ચેની ગાઢ મિત્રતા એમાં વધુ મદદગાર સાબિત થશે.

વાયુસેનાના નવા પ્રમુખની સિદ્ધી

  • એ.પી.સિંહને ડિસેમ્બર 1984માં ફાઈટર એરક્રાફ્ટ પાઈલટ તરીકે એરફોર્સમાં સામેલ કરાયા હતા. તેમણે લગભગ 40 વર્ષ સુધી વિવિધ કમાન્ડ અને સ્ટાફમાં સેવા આપી છે.
  • તેમની પાસે 5000 કલાકથી વધુ ઉડ્ડયનનો અનુભવ છે.
  • ભારતીય સૈન્ય વતી તેઓ વિદેશમાં પણ સેવા આપી ચૂક્યા છે.
  • તેમને 2019માં ‘અતિ વિશિષ્ટ સેવા મેડલ’ અને 2023માં ‘પરમ વિશિષ્ટ સેવા મેડલ’થી નવાજવામાં આવ્યા છે.
  • તેઓ સ્ક્વોશ રમવાના શોખીન છે.

એ.પી.સિંહના આગામી પડકારો

  • એરફોર્સ ચીફ તરીકે અમર પ્રીત સિંહની પ્રાથમિકતાઓમાં નવા ફાઇટર એરક્રાફ્ટની ખરીદી રહેશે.
  • હવાઈ દળના આધુનિકીકરણની દિશામાં પણ એમણે કામ કરવું પડશે.
  • પડોશી દેશ ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પરના પડકારોનો સામનો પણ એમણે કરવો પડશે.
  • વાયુસેનાના ફાઇટર સ્ક્વોડ્રનની સંખ્યા સત્તાવાર રીતે 42 થી ઘટીને 30 જેટલી થઈ ગઈ છે. તેથી એ બાબતે પણ એમણે ઘટતું કરવું પડશે.

You Might Also Like

‘ભારત ધર્મશાળા નથી…’, તમિલ શરણાર્થીઓ પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી

ડેપ્યુટી CM બ્રિજેશ પાઠક પર અભદ્ર ટિપ્પણી કરવા મામલે,CM યોગીનું નિવેદન,સપા વિશે આ કહ્યું

ભારતની એક કાર્યવાહી… પછી તુર્કીની કંપનીનો નીકળ્યો દમ, એક જ વારમાં 200 મિલિયન ડોલર ધોવાઈ ગયા

સંભલ જામા મસ્જિદ સર્વે કેસમાં મુસ્લિમ પક્ષને ઝટકો, અલ્હાબાદ હાઇકોર્ટે સિવિલ રિવિઝન અરજી ફગાવી

ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટથી મોટો ઝટકો, AGR બાકી રકમના કેસમાં અરજી ફગાવી

TAGGED: Amar Preet Singh, Command, gujarti news, indian air force, Indian fighter jet Tejas, Instructional and Foreign Appointments, latest gujarti news, oneindia, oneindianews, oneindianewsgujarat, Staff, topnewschannelinindia, અમર પ્રીત સિંહ, ભારતીય વાયુસેના

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 1, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ખેડા-નડિયાદ એસીબી પોલીસે બે હોમગાર્ડ પ્લાટુન સાર્જન્ટને રૂા. ૧૫૦૦ની લાંચ લેતા રંગેહાથે ઝડપ્યા
Next Article અભિનેતા રજનીકાંત હોસ્પિટલમાં દાખલ: મોડી રાત્રે લથડી તબિયત, પત્નીએ આપ્યું હેલ્થ અપડેટ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘ભારત ધર્મશાળા નથી…’, તમિલ શરણાર્થીઓ પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી
Gujarat મે 19, 2025
ડેપ્યુટી CM બ્રિજેશ પાઠક પર અભદ્ર ટિપ્પણી કરવા મામલે,CM યોગીનું નિવેદન,સપા વિશે આ કહ્યું
મે 19, 2025
ભારતની એક કાર્યવાહી… પછી તુર્કીની કંપનીનો નીકળ્યો દમ, એક જ વારમાં 200 મિલિયન ડોલર ધોવાઈ ગયા
મે 19, 2025
સંભલ જામા મસ્જિદ સર્વે કેસમાં મુસ્લિમ પક્ષને ઝટકો, અલ્હાબાદ હાઇકોર્ટે સિવિલ રિવિઝન અરજી ફગાવી
મે 19, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?