ઈશ્વરિયાના વતની અમેરિકા સ્થિત દાતા ભીકડિયા પરિવારનું અભિવાદન થયું છે. ભાવનગરમાં ભૂતપૂર્વ સાથીઓ સાથે અને વતનમાં શાળામાં સ્નેહમિલન યોજાયેલ.
ભાવનગર જિલ્લાનાં ઈશ્વરિયા ગામનાં વતની અને શિક્ષણ પ્રેમી અમેરિકા સ્થિત દાતા ભીકડિયા પરિવારનું ભાવ અભિવાદન થયું છે.
ઈશ્વરિયા ગામમાં પ્રાથમિક શિક્ષણમાં સહયોગી બનેલાં તેમજ માધ્યમિક શાળા હેતુ જમીનનું દાન આપનાર ભીકડિયા પરિવાર કે, જેઓ હાલ અમેરિકા સ્થિત છે તેઓ આ પરિવારના રાજેનભાઈ ભીકડિયા તથા વસંતબેન ભીકડિયા અને લાલજીભાઈ ભીકડિયા તથા સરોજબેન ભીકડિયા વગેરે વતનમાં આવ્યાં અને તેઓ દ્વારા ભાવનગરમાં ભૂતપૂર્વ સાથીઓ સાથે સ્નેહમિલન ભોજન રાખવામાં આવેલ, જ્યાં ઈશ્વરિયા કેળવણી મંડળ દ્વારા સ્મૃતિભેટ વડે અભિવાદન કરાયું.
દાતા પરિવાર ઈશ્વરિયા આવતાં પ્રાથમિક શાળામાં આ દાતાઓનું સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવેલ તે વેળાએ ગ્રામજનો દ્વારા સામૈયા કરવામાં આવેલ.
પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા પરિવાર વતી પ્રકાશભાઈ પંચાલના સંચાલન સાથે વિપુલભાઈ મકવાણા , જીગીશાબેન જાળિયા, કિશોરભાઈ ઢેઢી તથા ભૂમિકાબેન પંચાલ દ્વારા સ્વાગત સન્માન કરાયેલ. વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત નૃત્ય પ્રસ્તુત થયેલ.
અહીંયા રાજેનભાઈ ભીકડિયા તથા લાલજીભાઈ ભીકડિયા દ્વારા પ્રાસંગિક પ્રસન્નતા વ્યક્ત કરી પોતાનો સહયોગ એ પોતાની ફરજ હોવાનું વિનમ્ર ભાવે જણાવ્યું.
કેળવણી મંડળનાં અગ્રણીઓ રમેશભાઈ નાકરાણી તથા મૂકેશ પંડિત દ્વારા પ્રાસંગિક અહોભાવ વ્યક્ત થયેલ.
આ પ્રસંગે અગ્રણીઓ વીરશંગભાઈ સોલંકી, ઘોહાભાઈ ગોહિલ, બાબુભાઈ મકવાણા, કાળુભાઈ ભીકડિયા, નીલકંઠભાઈ દવે, શંભુભાઈ નાકરાણી, મહીપતભાઈ દવે, મેહુરભાઈ ગોહિલ, ત્રિકમભાઈ નાકરાણી વગેરે જોડાયા.
દાતા પરિવાર અને અગ્રણીઓએ ઈશ્વરિયા માધ્યમિક શાળા સૂચિત સ્થાનની મુલાકાત લીધી હતી.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel