ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા માતૃભાષા સપ્તાહ અંતર્ગત થયેલ આયોજનમાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં શિક્ષણવિદ્ મહાનુભાવો દ્વારા માતૃભાષા મહિમા પ્રસ્તુત થયો.
ગોહિલવાડની વિરાસત શાળા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત મંગળવારે શિક્ષણવિદ્ મહાનુભાવો દ્વારા રસપ્રદ રીતે માતૃભાષા મહિમા પ્રસ્તુત થયો, જેમાં વિદ્યાર્થીઓને સંવાદ સભર લાભ મળ્યો.
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા દ્વારા સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવમાં ભાષા, સાહિત્ય તેમજ કેળવણી સંદર્ભે સુંદર પ્રસ્તુતિ થઈ.
વક્તા વિશાલભાઈ જોષીએ ‘માં મને કક્કો શિખવાડ…’ પ્રસ્તુત કરી માતૃભાષા એ માં તરીકે સમજ આપી જેને પવિત્ર, પૂજનીય વગેરે સન્માનનીય તત્ત્વભાવ નિરૂપણ કર્યું.
અહીંયા વક્તા ઘનશ્યામસિંહ રાઠોડે વિવિધ કૃતિઓ ઉલ્લેખ સાથે કવિતાને સમજવા કરતાં ગાવા અને માણવાની વધુ મજા હોવાનું જણાવ્યું. તેઓએ ગુજરાતી ભાષાનો કાવ્ય વૈભવ જણાવતાં આખ્યાન ગાન અને હળવી શૈલીમાં રૂપકો રજૂ કર્યા.
અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા દ્વારા ધ્વનિ મુદ્રિત સંદેશામાં માતૃભાષા મહાત્મ્ય સાથે આ સંદર્ભે રાજ્યમાં થયેલ આયોજનોની વિગતો આપવામાં આવી.
મુખ્ય અતિથિ રહેલ ગૌરાંગભાઈ વોરાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં આપણી માતૃભાષા પ્રત્યે સજાગ રહેવા ભાવ અનુરોધ જણાવી આયોજનની પ્રસન્નતા જણાવી.
સંસ્થાના નિયામક મેહુલભાઈ ભટ્ટે શાબ્દિક સ્વાગત કરી માતૃભાષા સમજવાનો આ ઉપક્રમ મહત્વનો હોવાનું જણાવેલ.
સંચાલનમાં રહેલ ભરતભાઈ વાઘેલાએ રસાળ શૈલીમાં કાર્યક્રમ રૂપરેખા સમજાવતાં કહ્યું કે, માતૃભાષા સાચવવાની આપણી જવાબદારી છે, તેમણે વિશ્વ માતૃભાષા દિવસ પ્રારંભ અને તેની વિગતો પણ આપી.
સમગ્ર આયોજનમાં અકાદમી મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવનું માર્ગદર્શન રહેલ.
આ પ્રસંગ ભરતભાઈ દવેના માર્ગદર્શન સાથે સંસ્થાની સંગીત ટુકડી દ્વારા સુંદર રચના ગાન રજૂ થયેલ.
સમગ્ર ઉપક્રમ સંયોજક રહેલ ભારતીબેન વોરાએ આભારવિધિ કરતાં સૌના સહયોગને બિરદાવ્યો.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel