શિવકુંજ આશ્રમ જાળિયામાં ભક્તિભાવ સાથે મહાશિવરાત્રી પર્વની ઉજવણી થઈ છે. વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વમાં મહારુદ્ર અભિષેક અને મહાપ્રસાદ સાથે શિવવંદના લાભ મળ્યો છે.
સનાતન સંસ્કૃતિનાં મહાન પર્વ મહાશિવરાત્રીની શિવકુંજ આશ્રમ જાળિયામાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ છે.
વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વમાં અને આશ્રમ પરિવારનાં સંકલન સાથે ભૂદેવો દ્વારા અહીંયા સોમનાથ મહાદેવ સાનિધ્યમાં મહારુદ્ર અભિષેક રાખવામાં આવેલ. શિવપૂજન વંદના અને મહાપ્રસાદમાં ભાવિક ગ્રામજનો અને પંથકનાં આશ્રમ પરિવારજનો જોડાયાં હતાં.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel