જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદ, દ્વારા પ્રાથમિક શાળા, પી૫લગ, નડિયાદ ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ અંતર્ગત બાળલગ્ન અધિનિયમની કાયદાકીય જોગવાઈઓ, ૧૦૯૮ હેલ્પલાઈન, સજા અને દંડ, બાળ સુરક્ષા અને સમાજ સુરક્ષાની યોજનાઓ, બાળકોના અધિકારો, ૧૮૧ મહિલા હેલ્પલાઈન, ૧૦૦ નંબર સહિતની જાણકારી આપવામાં આવી હતી. વધુમાં બાળ વિવાહ મુક્ત અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવી આ અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે કાયદા અનુસાર દીકરીની ઉંમર ૧૮ વર્ષ અને દીકરાની ઉંમર ૨૧ વર્ષથી ઓછી હોય તો તેવા લગ્નને બાળ લગ્ન ગણાય અને આ ગુના બદલ બાળકના માતા પિતા તેમજ લગ્નમાં સહભાગી થનાર તમામ વ્યક્તિ સામે એક લાખનો દંડ અને બે વર્ષની સજાની જોગવાઈ છે. બાળ લગ્ન વિશેની માહિતી મળે તો હેલ્પલાઈન નં ૧૦૯૮, ૧૮૧ તથા ૧૦૦ પર સંપર્ક કરી શકાય છે.
આ કાર્યક્રમમાં શ્રી કૃણાલ વાઘેલા, પ્રોટેકશન ઓફિસર બિનસંસ્થાકિય સંભાળ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદ, શ્રી ઘર્મેશ વાઘેલા, આઉટરીચ વર્કર સહિત અંદાજે ૧૪૦ જેટલા બાળકો તથા સ્ટાફ હાજર રહ્યા હતા.