Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 20°C

આંબલા તથા ખડસલીમાં ‘માતૃભાષા ગુજરાતી’ વિષય ઉપર યોજાશે શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ

આંબલા તથા ખડસલીમાં ‘માતૃભાષા ગુજરાતી’ વિષય ઉપર યોજાશે શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ

સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા આંબલા તથા ખડસલીમાં ‘માતૃભાષા ગુજરાતી’ વિષય ઉપર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ યોજાશે. રવિકૃપા સંસ્થા તથા લોકભારતી ગ્રામવિદ્યાપીઠનાં સૌજન્યથી થયેલ આયોજનમાં શિક્ષણવિદ્ નિષ્ણાતો દ્વારા વક્તવ્ય અને ચર્ચા સંવાદ થશે.

સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા સૌરાષ્ટ્રમાં ૮૫ જેટલી લોકશાળાઓને ગુણવત્તા અને ક્ષમતાનાં આધારે અનેકવિધ કાર્યક્રમોથી આદર્શ નમૂનો પૂરો પાડવામાં આવી રહ્યો છે, જે ૬૭ વર્ષથી અનોખો શિક્ષણ પ્રયોગ એટલે આ શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ કાર્યક્રમ યોજાય છે. સંઘ પ્રમુખ રાજેન્દ્રભાઈ ખીમાણી, ઉપપ્રમુખ ખોડાભાઈ ખસિયા અને મંત્રી સંજયભાઈ કાત્રોડિયા તથા જસવંતભાઈ કાકડિયાનાં આયોજન સાથે આંબલા તથા ખડસલીમાં આગામી મંગળવાર તા.૩૧થી રવિવાર તા.૫ દરમિયાન ‘માતૃભાષા ગુજરાતી’ વિષય ઉપર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ યોજાશે.

રવિકૃપા સંસ્થા તથા શિક્ષણ ગુણવત્તા સંવર્ધન એકમ, લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરાનાં સૌજન્યથી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા તથા લોકશાળા ખડસલીમાં શિક્ષણવિદ્ નિષ્ણાતો દ્વારા વક્તવ્ય અને ચર્ચા સંવાદ થશે. બંને સંસ્થાઓમાં બુધવારે ઉદઘાટન સંમેલન તેમજ રવિવારે પૂર્ણાહુતિ સંમેલન યોજાશે. આ સંગોષ્ઠિમાં માર્ગદર્શકઓ, નિમંત્રિત મહેમાનઓ તથા નિમંત્રિત વકતાઓનો લાભ મળશે.

યજમાન શાળાઓનાં આચાર્ય વાઘજીભાઈ કરમટિયા તથા નાનજીભાઈ મકવાણા સાથે સંસ્થા પરિવાર આયોજન તૈયારીમાં રહેલ છે.

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.