એલોન મસ્કની સ્પેસએક્સ રૉકેટે ISROના GSAT 20 સેટેલાઈટ લોન્ચ કર્યો છે. જેનો હેતું દૂરના વિસ્તારોમાં ડેટા અથવા ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવાનો છે. સ્પેસ ઈન્ડિયા લિમિટેડ દ્વારા આ લોન્ચિંગની સમગ્ર જાણકારી આપવામાં આવી છે.
Deployment of @NSIL_India GSAT-N2 confirmed pic.twitter.com/AHYjp9Zn6S
— SpaceX (@SpaceX) November 18, 2024
GSAT N2 ને GSAT 20 તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સેટેલાઈટને દૂરના વિસ્તારોમાં ડેટા અને ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવા અને સમગ્ર ભારતીય મહાદ્વીપમાં ઇન-ફ્લાઇટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી સક્ષમ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે. જેને ન્યૂઝપેસ ઈન્ડિયા લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે.
ISROનું માર્ક 3 લોન્ચ વ્હીકલ જીઓ સ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટમાં મહત્તમ 4000 કિલો વજન લઈ જઈ શકે છે, પરંતુ GSAT-N2નું વજન 4700 કિલો હતું. આ માટે ભારતને એવા રોકેટની જરૂર હતી જે આ વજનને અવકાશમાં લઈ જઈ શકે. એટલા માટે ઈસરોએ આ મિશન માટે એલોમ મસ્કના સ્પેસએક્સની મદદ લીધી હતી. આ સેટેલાઈટ 14 વર્ષ સુધી કામ કરી શકશે.
GSAT N2 સેટેલાઈટના ફાયદા
ભારતમાં અત્યાર સુધી ફ્લાઈટમાં ઈન્ટરનેટ ચલાવવાની મંજૂરી ન હતી. પરંતુ હવે સરકારે નિયમોમાં ફેરફાર કરતાં પ્લેન 3000 મીટરની ઉંચાઈ પર પહોંચી જશે ત્યારે મુસાફરો પોતાના ફોનમાં ઈન્ટરનેટનો વપરાશ કરી શકશે. તેની સાથે જ ભારતના એવા વિસ્તારોમાં પણ ઈન્ટરનેટની સુવિધા પહોંચાડવામાં આવશે જ્યાં હજુ સુધી ઈન્ટરનેટની સુવિધા નથી પહોંચી. તેની સાથે જ ભારતમાં હવાઈ જહાજો અને રિમોટ એરિયામાં ઈન્ટરનેટ સેવા માટે કરાશે.