સંસ્કારી નગરી તરીકે ઓળખાતા Vadodara શહેરમાં ફરી એકવાર દીકરીઓની સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા કરનાર ઘટના સામે આવી છે. શહેરના Ajwa Road વિસ્તારમાં મહાવીર હોલ પાસે આવેલા એક કોમ્પલેક્ષમાં ભાડે રહેતા યુવકે ખાનગી કોલેજની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, આરોપી આકાશ આજવા રોડ પર મહાવીર હોલ નજીકના કોમ્પલેક્ષમાં ભાડેથી રહેતો હતો. તેણે પરિચિત એવી ખાનગી કોલેજની વિદ્યાર્થીનીને કપડા ધોવાના બહાને પોતાના ઘરે બોલાવી હતી. યુવતી તેના ઘરે પહોંચતા જ આરોપીએ દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.
યુવતી કંઈ સમજે તે પહેલાં જ આરોપીએ તેને ડરાવી-ધમકાવી તેની સાથે બળજબરી કરી હતી. ઘટનાથી ગભરાયેલી યુવતી કોઈ રીતે આરોપીની ચુંગાલમાંથી છૂટીને ભાગી છૂટી હતી અને ઘરે પહોંચી સમગ્ર બનાવ પરિવારને જણાવ્યું હતું.
યુવતીએ હિંમત દાખવીને Bapod Police Station માં ફરિયાદ નોંધાવતા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. મોડી રાત્રે પોલીસની ટીમ Forensic Science Laboratory (FSL) ના નિષ્ણાતો સાથે આરોપીના ઘરે પહોંચી હતી.
જ્યાં ઘટના બની હતી તે સ્થળ પરથી ફોરેન્સિક ટીમે વૈજ્ઞાનિક પુરાવા અને સેમ્પલ એકત્રિત કર્યા છે, જેથી કોર્ટમાં આરોપી સામે મજબૂત કેસ રજૂ કરી શકાય.
આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારમાં ભાડે રહેતા શખ્સ દ્વારા આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવતા લોકો સુરક્ષા બાબતે ચિંતિત બન્યા છે.
હાલ પોલીસે આરોપી આકાશને ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel