નડિયાદ SC/ST સેલના ASI જયદીપસિંહ સોઢા પરમાર રૂપિયા 4 લાખની લાંચ લેતા રંગેહાથ એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઇ જતાં ચકચાર મચી જવા પામી છે. હાલ દિવાળી પહેલા જ એસીબીની કાર્યવાહીથી લાંચ લેતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લાના નડિયાદ SC/ST સેલના ASI જયદીપસિંહ સોઢા પરમારે એક ફરિયાદીના પરિવારજન વિરુદ્ધ નોંધાયેલી એટ્રોસિટીની ફરિયાદમાં અટકાયત નહીં કરવા, લોકઅપમાં ન બેસાડવા અને ઘરે જવા દેવા માટે રૂપિયા 4 લાખની લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ લેતી વખતે ગાંધીનગર ACBની ટીમે નડિયાદમાં SC/ST સેલની કચેરીના કમ્પાઉન્ડમાં જ છટકું ગોઠવી ASIને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel