રાજ્ય સરકાર અને શહેરી વિકાસ વિભાગના માર્ગદર્શન મુજબ વિકાસ સપ્તાહ અંતર્ગત નડીઆદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા આંબેડકર હોલ, નડીઆદ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓ જેવીકે પીએમ સ્વનીધિ યોજના, પીએમ સ્વનિધિસે સમૃધ્ધિ, આયુષ્યમાન કાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ સુધારા, હેલ્થ કેમ્પ, આભા કાર્ડ જેવી યોજનાઓનો ૨૦૦થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય સરકાર ધ્વારા શહેરી વિકાસ માટેના વિડીયોને લાભાર્થીઓએ ઉત્સાહપૂર્વક નિહાળ્યો હતો.
આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર હુદડ ધ્વારા નડીઆદ મ્યુનિ. કોર્પોરેશન ધ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ વિકાસના કામોનો ચિતાર આપ્યો હતો સાથે સાથે અત્યાર સુધીમાં કોર્પોરેશન ધ્વારા કરવામાં આવેલ લોકોપયોગી કામોનું વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યુ હતું.
આ પ્રસંગે નડીઆદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ધ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી અને રાજ્ય સરકારની વિકાસ કાર્યો માટેની મળેલી ગ્રાન્ટમાં થી હાલમાં કોર્પોરેશન વિસ્તારમાં અનેક વિકાસ કાર્યોની શરુઆત થઈ ગઈ છે તેમજ આગામી સમયમાં કોર્પોરેશન વિસ્તારમાં નવા ભળેલા ગામોમાં પણ અનેક સુવિધાઓ ઉભી થવાની છે.
આ કાર્યક્રમમાં નાયબ મ્યુનિસિપલ કમિશનરો ઉપરાંત પ્રાંત અધિકારી નડીઆદ, શિક્ષણ સમિતિ ચેરમેન, લીડ બેંક મેનેજર, મેડીકલ ઓફીસર, ઈન્ચાર્જ મામલતદાર નડીઆદ સીટી તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel