ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા ૨૮/૦૬/૨૦૨૪ ના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ જેમાં રાજ્યની 13 GMERS મેડિકલ કોલેજ ની ફી નો વધારો જેમાં સરકારી કોટા માં 3.30 લાખ થી વધી ને 5.50 લાખ મેનેજમેન્ટ કોટા માં 9 લાખ થી 17 લાખ કરવા મા આવેલ છે. સરકાર દ્વારા GMERS ની રચના વિધાર્થિઓને શુલભ શિક્ષણ મળી રહે એ હેતુથી કરવામાં આવી હતી. ત્યારે સરકારી કોટ મા 66.66 % ને મેનેજમેન્ટ મા 88.88 % નો ધરખમ ફી વધારોએ ચોક્કસ પણે વિધાર્થીહિતમાં નથી. તેથી રાજપીપળા GMERS કોલેજમાં ફી વધારાને લઇને આવેદન પત્ર આપવામાં આવ્યું.
રિપોર્ટર -શૈશવ રાવ નર્મદા