ભાવનગરના યશવંતરાયના નાટ્ય ગૃહ ખાતે સમગ્ર રાજ્યમાંથી EPS 95 સાથે જોડાયેલા ૧૨૦૦ થી વધુ પેન્શનરો રાષ્ટ્રીય અધ્યક્ષ કમાન્ડર અશોક રાવતને સાંભળવા આવ્યા હતા.નગર નિગમ , સહકારી ક્ષેત્ર , તેમજ અન્ય તમામ લિમિટેડ કંપનીના પેન્શનર્સ આ મુહિમ માં જોડાયેલ છે. સમગ્ર ભારતમાં EPS 95 પેન્શન સમિતિમાં ૧ લાખ થી વધુ લોકો જોડાયેલા છે .
છેલ્લા નવ વર્ષથી ચાલતું આંદોલન કમાન્ડર અશોક રાઉત નાં માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે . વડાપ્રધાન નરેન્દ્રમોદી અને રાજ્ય સભા સાસંદ હેમા માલિની સાથે મુલાકાત બાદ આશ્વાસન આપવામાં આવ્યું હતું તમારી માંગણીઓ સ્વીકારવામાં આવશે પરંતુ આજદિન સુધી આ માંગણીઓ આવકારવામાં આવેલ નથી .
દેશના 27 રાજ્યોમાં આ આંદોલન ચાલુ છે જેમાં તાલુકા, જિલ્લા અને રાજ્યોમાં અનેકવાર અંશન , ધરણા, આવેદન પત્ર તેમજ 245 થી વધુ ધારાસભ્ય અને સાંસદોને પત્ર લખી પેન્શનરની વ્યથા કહેવામાં આવેલ છે તેમ છતાં સરકાર દ્વારા આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી .
શ્રમ મંત્રી મનસુખભાઈ માડવિયાને બે વાર મુલાકાત લઈ ને પપ્રેઝન્ટેશન આપવામાં આવેલ છે અને વૃદ્ધો ની કફોડી સ્થિતિ થી વાકેફ કરવામાં આવેલ છે . ભાવનગર ખાતે આવેલા EPS 95 સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષએ ચીમકી આપી હતી કે વૃદ્ધોને સરકારે હળવાશ થી ના લેવા જોઈએ આગામી 15મી મે સુધીમાં આ બાબતે સરકાર કોઈ નિર્ણય નહીં લાવે તો અમે બતાવીશું કે “અમે આ દેશના નાગરિક છીએ અને મોટા નાગરિક છીએ”
રિપોર્ટર-સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)
બાઈટ : કમાન્ડર અશોક રાવત , રાષ્ટ્રીય અઘ્યક્ષ – EPS 95 પેન્શન સ્મિતાના