લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં ‘દર્શક’ વ્યાખ્યાનમાળા અંતર્ગત લેખક રમેશભાઈ સંઘવી દ્વારા વ્યાખ્યાન અપાશે. આગામી શુક્રવારે અહીંયા પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ પણ યોજાનાર છે.
સણોસરામાં ગોહિલવાડની સુપ્રસિધ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સંસ્થાનાં પ્રણેતા, સાહિત્ય સર્જક ચિંતક મનુભાઈ પંચોળી ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત જાણીતા લેખક રમેશભાઈ સંઘવી દ્વારા આગામી શુક્રવારે ‘લોકભારતીનો સંદેશ’ વિષય ઉપર વ્યાખ્યાન અપાશે.
શુક્રવાર તા.૨૯ના યોજાનાર આ વ્યાખ્યાનમાળાનાં બાવીશમાં મણકાના વ્યાખ્યાન સાથે અહીંયા પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ પણ યોજાનાર છે. વિવિધ કાર્યક્ષેત્રમાં રહેલ પૂર્વ વિદ્યાર્થીઓ અમીરઅલીભાઈ ઢબ્બુ ( સમાજસેવા ), વીરજીભાઈ જસાણી ( લોકજાગૃતિ ), નિખિલભાઈ ત્રિવેદી ( વિશિષ્ટ કૌશલ્ય ) તથા કાળુભાઈ ડાંગર ( ગાંધીવિચાર પ્રસાર પ્રચાર ) સન્માનિત થશે.