Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 28°C

શ્રમિકો માટેની આરોગ્યની કાળજી એટલે ‘ધન્વંતરી આરોગ્ય રથ’ સેવાનો ઈશ્વરિયામાં મળતો લાભ

શ્રમિકો માટેની આરોગ્યની કાળજી એટલે ‘ધન્વંતરી આરોગ્ય રથ’ સેવાનો ઈશ્વરિયામાં મળતો લાભ

સરકાર દ્વારા શ્રમિકો માટેની આરોગ્યની કાળજી એટલે ‘ધન્વંતરી આરોગ્ય રથ’ સેવાનો ઈશ્વરિયામાં લાભ મળી રહ્યો છે. દર શનિવારે આરોગ્ય રથ દ્વારા ઘર આંગણે નિદાન સારવાર થઈ રહેલ છે.

ગામડામાં શ્રમિકો માટે ઘરઆંગણે જ તબીબી સુવિધા માટે સરકાર શ્રી દ્વારા ‘ધન્વંતરી આરોગ્ય રથ ‘ સુવિધા આશીર્વાદરૂપ રહી છે, જેનો લાભ સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામને મળી રહ્યો છે.

શ્રમિકો માટેની આમ આરોગ્યની કાળજી એટલે ‘ધન્વંતરી આરોગ્ય રથ’ સેવાનો ઈશ્વરિયામાં લાભ મળી રહ્યો છે, જેમાં દર શનિવારે તબીબ કર્મચારીઓ દ્વારા પ્રાથમિક બીમારીઓનું નિદાન તેમજ સારવાર થઈ રહેલ છે, તેમજ કેટલાંક પરીક્ષણ ચકાસણી અહેવાલ પણ કાઢી આપવામાં આવે છે. અહીંયા સંબંધિત સરકારી યોજનાઓ માટે પણ નોંધણી સાથે માર્ગદર્શન આપવામાં આવે છે.

સિહોર તાલુકા કચેરી અંતર્ગત તબીબી અધિકારી મનીષા ભાલિયાનાં નેતૃત્વમાં સાગર પંડ્યા, ભાર્ગવ ચૌધરી, રાહુલ બારૈયા સાથે રથચાલક યશપાલસિંહ જાડેજા દ્વારા મળતી આરોગ્ય સેવાનો લાભ ઈશ્વરિયા ગામનાં આ લાભાર્થી દર્દીઓને મળી રહ્યો છે. સરકારની આ યોજનાને ઈશ્વરિયા ગ્રામસંજીવની સમિતિનાં સભ્ય મૂકેશ પંડિતે આવકારી જરૂરિયાતમંદોને લાભ લેવા અનુરોધ કરેલ છે.

 

મૂકેશ પંડિત

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.