Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 27°C

ઈશ્વરિયા માધ્યમિક શાળામાં શિયાળુ રમતોત્સવમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત

ઈશ્વરિયા માધ્યમિક શાળામાં શિયાળુ રમતોત્સવમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત

ઈશ્વરિયા માધ્યમિક શાળામાં શિયાળુ રમતોત્સવમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં. શાળા વ્યવસ્થાપન સમિતિનાં હોદ્દેદારોની અહીંયા પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

ભારતીય ખેલ અને દેશી સ્થાનિક રમતો પ્રત્યે રસ રુચિ વધે તે હેતુ સાથે સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે શિયાળુ રમતોત્સવમાં યોજાયેલ. ઈશ્વરિયા માધ્યમિક શાળામાં આચાર્ય ચિંતનભાઈ ત્રિવેદીનાનાં માર્ગદર્શન સાથે શિયાળુ રમતોત્સવમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં.

શાળા વ્યવસ્થાપન સમિતિનાં હોદ્દેદારો વીરશંગભાઈ સોલંકી, બાબુભાઈ મકવાણા તથા મૂકેશકુમાર પંડિતની અહીંયા પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ વેળાએ શિક્ષણ અને કેળવણી સંદર્ભે વિદ્યાર્થીઓને પ્રાસંગિક ઉદ્બોધન પણ આપવામાં આવેલ.

શિક્ષકગણ જયભાઈ જાદવ, અશ્વિનાબેન ડાંગર તથા તાલીમાર્થી આરતીબેન પરમાર દ્વારા આ વિદ્યાર્થીઓને રસ્સા ખેંચ, ત્રીપગી દોડ, ડોલ દડો, નારગેલ વગેરે રમત માટે માર્ગદર્શન અપાયું છે.

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.