ભાવનગર બાસ્કેટબોલ માટેનો પિયર ગણાય છે અને ભાવનગરે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના ખેલાડીઓ ભારતને પ્રદાન કરેલા છે. મોસ્કો ઓલમ્પિક્સ માં 45 વર્ષ બાદ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે બાસ્કેટબોલ રમતમાં રમવાની તક મળી છે . આ બાસ્કેટબોલ ટીમમાં ભાવનગરના કૃષ્ણપાલસિંહ ગોહિલ નો ચયન કરવામાં આવેલ છે.
બાસ્કેટબોલ લીગ સીઝન 5 સીઝન ફાઈવની જો વાત કરવામાં આવે તો તેમાં 350 જેટલી એન્ટ્રીઓ આવી હતી જેમાંથી 256 ખેલાડીઓને સિલેક્ટ કરવામાં આવેલ છે.
આ લીગ ચાર કેટેગરીમાં વહેંચાયેલી છે અન્ડર 14 , અન્ડર 16 , અંડર 18 અને સિનિયર્સ. જુલાઈ મહિનાથી શરૂ થનાર આ લીગ મેચ સીદસર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં શનિવાર અને રવિવારના દિવસે રમાશે.
8 જેટલી અલગ અલગ ટીમ આ લીગ મેચમાં ભાગ લેશે અને ગઈકાલે તેનું ઇસ્કોન ક્લબ ખાતે ટીમ ઓનર્સ દ્વારા ખેલાડીઓ ને જર્સી આપવામાં આવી હતી.
ભાવનગર બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા A કેટેગરીના આઠ ખેલાડીઓને 60000/ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ B કેટેગરીના 25 ખેલાડીઓને 12,000/ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared