માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ શેરબજારમાં રોકાણ કરનારાઓને ચેતવણી આપી છે. સેબીએ કહ્યું કે, રોકાણકારોએ નૉન-રજિસ્ટર્ડ ઓનલાઇન પ્લેટફોર્મથી બચવું જોઈએ, જે અનલિસ્ટેડ ડેટ સિક્યોરિટીઝ ઑફર કરી રહ્યું છે. સેબીએ રોકાણકારોને આ પ્લેટફોર્મના જોખમો વિશે સાવચેત કરતાં એક જાહેરનામું બહાર પાડ્યું છે.
સેબીએ કહ્યું છે કે, આવા પ્લેટફોર્મ કોઈ રેગ્યુલેટરી કે દેખરેખ હેઠળ આવતા નથી. તેમની પાસે રોકાણકારોને મૂળભૂત સુરક્ષા અથવા રોકાણકારોની ફરિયાદોને ઉકેલવા માટેના મેકેનિઝ્મનો અભાવ હોય છે. તેથી, રોકાણકારોએ આવા નૉન-રજિસ્ટર્ડ પ્લેટફોર્મ પર વ્યવહાર કરવાનું ટાળવું જોઈએ. રોકાણકારોને સલાહ આપવામાં આવી કે, ફક્ત બોમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE) અથવા નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા સત્તાવાર ઓનલાઇન બોન્ડ પ્લેટફોર્મ સંચાલિત કરનાર સેબી-રજિસ્ટર્ડ સ્ટોક બ્રોકર્સ દ્વારા જ વ્યવહાર કરવાની સલાહ આપવામાં આવી છે.
સેબીએ કહ્યું કે, નૉન-રજિસ્ટર્ડ પ્લેટફોર્મ્સ પર ટ્રાન્ઝેક્શન સંબંધિત વિવાદોમાં રોકાણકારોને પૂરતી મદદ કરવી પણ મુશ્કેલ થઈ જશે. આવા પ્લેટફોર્મ ઘણાં કાયદાનું ઉલ્લંઘન કરે છે, જેમાં કંપની એક્ટ, 2013 અને નોન-કન્વર્ટિબલ સિક્યોરિટીઝ અને બજાર પ્રથાઓ પર સેબીના નિયમ સામેલે છે.
SEBIની ચિંતા
- નિયમનકારી દેખરેખનો અભાવઃ આવા પ્લેટફોર્મ સેબીના નિયમનકારી દેખરેખને આધીન નથી, જેનાથી રોકાણકારોને ગંભીર નુકસાન થઈ શકે છે.
- રોકાણકાર સુરક્ષાનો અભાવઃ આ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રોકાણકારોને રજિસ્ટર્ડ પ્લેટફોર્મના માધ્યમથી રોકાણ કરનારને સમાન સ્તરની સુરક્ષા નહીં મળી શકે.
રોકાણકારોને સલાહ
- સાવચેતી રાખોઃ રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે, નૉન-રજિસ્ટર્ડ ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા અનલિસ્ટેડ ડેટ સિક્યોરિટીઝમાં રોકાણ કરવાથી બચવું.
- રજિસ્ટર્જ પ્લેટફોર્મનો ઉપયોગ કરોઃ રોકાણકારોએ BSE અથવા NSE દ્વારા અધિકૃત SEBI રજિસ્ટર્ડ સ્ટોક બ્રોકર્સ દ્વારા સંચાલિત ઓનલાઈન બોન્ડ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો જોઈએ.
- શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ કરો: જો રોકાણકારોને કંઈપણ શંકાસ્પદ જણાય, તો તેમણે તરત જ બજાર નિયમનકારને તેની જાણ કરવી જોઈએ.