સદ્દગુરુ સેવા આશ્રમ કોટિયામાં ગૌશાળાનાં લાભાર્થે આગામી સપ્તાહે ભાગવત કથા લાભ મળશે. વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને આયોજન કરવામાં આવ્યું છે.
મહુવા પાસેનાં કોટિયામાં સદ્દગુરુ સેવા આશ્રમમાં કોટેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં મહંત મગનગિરીબાપુનાં નેતૃત્વમાં શિવકુંજ આશ્રમ જાળિયાનાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત જ્ઞાનગંગા આયોજન કરવામાં આવ્યું છે.
ગૌશાળાનાં લાભાર્થે સદ્દગુરુ સેવા આશ્રમમાં આગામી સપ્તાહે રવિવાર તા.૩૦થી શનિવાર તા.૫ દરમિયાન આ ભાગવત કથા લાભ મળશે. આ સાથે સંતવાણી કાર્યક્રમો રાખવામાં આવેલ છે.