ભાવનગર જિલ્લામાં ડુંગળીનો વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે , સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનામાં વિકાસ ઉપર ૨૦ ટકા ડ્યુટીનો વધારો નાખવાથી ખેડૂતોને ખૂબ હાલાકી ભોગવી પડી હતી પરંતુ હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલી લઈને ભાવનગરના ડુંગળીના ખેડૂતોને રાહત જોવા મળી હતી પરંતુ તેમાં પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળેલ હતો.
ખેડૂતોના કહેવા મુજબ જ્યારે 80 ટકા ડુંગળીનું વેચાણ થઈ ચૂક્યું છે ત્યારબાદ આ નિર્ણય લેવાથી ખેડૂતોને એવો લાભ થવાનો નથી પરંતુ માર્કેટિંગ યાર્ડના વેપારી મંડળના પ્રમુખ નરેન્દ્રસિંહ એ જણાવ્યું હતું કે આ નિર્ણય કેન્દ્ર નો હોવા થી ભાવનગરના ખેડૂતો નો ઓછો લાભ થશે પરંતુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ખેડૂતોને આ નિર્ણયનો લાભ વધુ જોવા મળશે .
ડુંગળી ઉપર ૨૦% ડ્યુટી નાબૂદ કરતા ભાવનગરના ખેડૂતો નો મિશ્ર પ્રતિસાદ
૧ એપ્રિલથી કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ ઉપર 20% જે ડ્યુટી હતી તે નાબૂદ કરવામાં આવી રહી છે જેને લઈને ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો .
