Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

સાત લાખનો ડ્રગ્સ ઝડપી પાડતી ભાવનગર SOG

સાત લાખનો ડ્રગ્સ ઝડપી પાડતી ભાવનગર SOG

ગુજરાત સરકારશ્રી દ્વારા “નશા મુક્ત ગુજરાત” અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ તે અંતર્ગત ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ એ ભાવનગર જીલ્લામાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને સંપુર્ણ નેસ્તનાબુદ કરવા માટે ભાવનગર જિલ્લા તથા રાજ્ય માંથી ચોરી છુપીથી નાર્કોટીકસ ડ્રગ્સ લાવી ભાવનગર જિલ્લામાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવ્રુતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તેવી પ્રવ્રુતિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખત સુચના અનુસાર તથા “NO DRUGS IN BHAVNAGAR અભિયાન ચાલુ કરવામાં આવેલ છે.

સંયુક્ત બાતમીના આધારે ભાવનગર એસ.ઓ.જી.એ ઇકબાલભાઇ જુમાભાઇ ચૌહાણ , રાજેશભાઇ ભીખાભાઇ સોલંકી , જયેશભાઇ રાજેશભાઇ ગોહેલ પાસેથી મેથાએમ્ફટામાઇન (Methamphetamine) ડ્રગ્સ જેનુ વજન- ૭૦.૮૨ ગ્રામ કિ.રૂ. ૭,૦૮,૨૦૦/- તથા ત્રણ મોબાઇલ ફોન કિ.રૂા.૧૫,૦૦૦/- વિગેરે સહીતનો કુલ મુદ્દામાલની કુલ કિ.રૂા.૭,૨૩,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ આ અંગે તેના સામે એન.ડી.પી.એસ. એકટની જોગવાઇ અનુસાર કાર્યવાહી કરી, એસ.ઓ.જી.ના એ.એસ.આઇ વી.જે ચૌહાણ દ્વારા ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

 

 

રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.