Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

ભાવનગર આમ આદમી પર્ટીમાં મોટું ગાબડુ , ભાવનગર લોકસભા સીટ ઇન્ચાર્જ નીતાબેન મોદી સહિત ૪૦ થી વધુ ભાજપમાં જોડાયા

ભાવનગર આમ આદમી પર્ટીમાં મોટું ગાબડુ , ભાવનગર લોકસભા સીટ ઇન્ચાર્જ નીતાબેન મોદી સહિત ૪૦ થી વધુ ભાજપમાં જોડાયા

ભાવનગર આમ આદમી પાર્ટી માં મોટું ગાબડું પડ્યું.આપ લોકસભા સીટ ભાવનગર ના ઇન્ચાર્જ નીતાબેન મોદી ભાજપમાં જોડાયા સાથે સાથે અન્ય હોદેદારો અને કાર્યકરો આમ આદમી પાર્ટી છોડી ભાજપ નો ખેસ ધારણ કર્યો .

આમ આદમી પાર્ટી ભાવનગર લોક સભા ઈન્ચાર્જ નીતાબેન મોદી, પાટીદાર આગેવાન તેમજ આપ પ્રદેશ પ્રદેશ યુથવિંગ નેતા દર્પણ ડાંખરા, આપ તથા જૈન સમાજ આગેવાન દિજેન શાહ, આપ તથા ક્ષત્રિય સમાજ આગેવાન દિગ્વિજયસિંહ રાયજાદા, કોળી સમાજ આગેવાન પ્રિન્સ મકવાણા તેમજ તેમના સમર્થકો ભાવનગર શહેર, જીલ્લા આપ ના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો ભાવનગર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે સાંસદ ડો.ભારતીબેન શિયાળ, શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ ના હાથે ભાજપ નો કેસરી ખેસ પેહરી ભાજપમાં જોડાયા હતા .

આ પ્રસંગે નવા જોડાયેલા નીતાબેન એ જણાવ્યુ કે આજે મને લાગ્યું કે “હું આટલી બધી મોડી શું કામ ભાજપ માં જોડાઈ ” , સાથે સાથે એમ પણ જણાવ્યું આપ માં શિષ્ટતા નો અભાવ છે , ભાવનગર લોકસભાના ઈનચાર્જ હોવા છતાંય ઉમેદવાર ની નિમણુંક સમયે અમારી સેન્સ લેવામાં નોહતી આવી .
આવા ઘણા બધા પ્રશ્નો ને કારણે ભાજપમાં જોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે .
આ પ્રસંગે નીતાબેન મોદીએ પ્રધાનમંત્રી તેમજ સી.આર પાટીલ નો આભાર માન્યો હતો .

 

 

 

રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી( ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.