નજીકના ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવું લાગતું નથી કારણ કે આજે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ કહી દીધું છે કે ક્રૂડની ઊંચી વોલેટિલિટી (વધારે ભાવ) હોવાથી આગામી સમયમાં ઇંધણના ભાવમાં ઘટાડો કરવામાં નહીં આવે. ફગાવતાં પૂરીએ આજે જણાવ્યું હતું કે ઈંધણના ભાવમાં ઘટાડો કરવાની કોઇ દરખાસ્ત નથી.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓને ભારે નુકસાન- હરદીપસિંહ પૂરી
મંત્રીએ કહ્યું કે, ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા ત્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ભારે નુકસાન થયું હતું. આવી સ્થિતિમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા યોગ્ય નથી. જોકે સમય આવ્યે સરકાર યોગ્ય નિર્ણય લેશે.
કેટલા રુપિયાના ઘટાડોનો હતો રિપોર્ટ
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે સરકાર ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 10 રુપિયાનો ઘટાડો કરવાની છે. આ પછી હરદીપ પૂરીનો ખુલાસો આવ્યો છે.
લોકસભા ચૂંટણી પહેલા ઘટી શકે ભાવ
સરકાર તો ઈન્કાર કરી રહી છે પરંતુ શક્ય છે કે લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો આવી શકે છે. લોકસભા ચૂંટણીને હજુ 5 મહિનાની વાર છે તે પહેલા સરકાર લોકોને રાહત આપી શકે છે. જોકે હાલમાં ભાવ ઘટાડાની કોઈ શક્યતા નથી. પેટ્રોલિયમ મંત્રીએ આજે તે સ્પસ્ટ કરી આપ્યું છે.