અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના મીડિયા સેન્ટર દ્વારા મંદિર ખોલવાના સમય અંગે મહત્ત્વની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ટ્રસ્ટે કહ્યું છે કે, અયોધ્યામાં સવારે 7.00 વાગ્યાના બદલે એક કલાક પહેલા એટલે કે સવારે 6.00 કલાકે રામ મંદિર ખોલી દેવામાં આવશે. આ સમયમાં આરતી અને રામ મંદિરના દર્શનનો સમય સામેલ છે, જેને આજથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે.
રામ મંદિરમાં આરતી અને સમયમાં ફેરફાર
રામ મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ, ‘ભક્તો શ્રૃંગાર આરતી બાદ સવારે 6.30 કલાકથી 11.50 કલાક સુધી મંદિરમાં પ્રવેશ કરી શકશે. રાજભોગ આરતી માટે મંદિર બપોરે 12.00 કલાકે બંધ કરી દેવાશે. બપોરે 1.00 વાગ્યાથી સાંજે 6.50 સુધી દર્શન માટે ફરી મંદિર ખોલવામાં આવશે. ત્યારબાદ સાંજે 7.00 કલાકે સંધ્યા આરતી કરવામાં આવશે.