click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની ગોળી મારી હત્યા, TMC પર ભાજપના ગંભીર આરોપ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની ગોળી મારી હત્યા, TMC પર ભાજપના ગંભીર આરોપ
Gujarat

પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની ગોળી મારી હત્યા, TMC પર ભાજપના ગંભીર આરોપ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 200 પાર લઈ જવામાં અગત્યની ભૂમિકા ભજવનાર અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને બબ્બે વિધાનસભા ચૂંટણીઓમાં તેમના ગઢમાં જઈને હરાવનાર ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની બુધવારે (6 મે) રાત્રે હત્યા કરી નાખવામાં આવી.

Last updated: 2026/05/07 at 12:07 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE
Highlights
  • ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની કોલકાતા નજીક ગોળી મારી હત્યા
  • ચાર બાઇક અને એક ફોર વ્હીલર દ્વારા પૂર્વનિયોજિત હુમલાનો આરોપ
  • હુમલામાં ડ્રાઇવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત
  • ભાજપે TMC પર લગાવ્યા ગંભીર આરોપ
  • પોલીસે CCTV અને ફોરેન્સિક તપાસ શરૂ કરી
  • શુભેન્દુ અધિકારીએ કહ્યું – “ઘણા દિવસથી રેકી કરીને હુમલો થયો”

શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની બુધવારે રાત્રે કોલકાતા નજીક ગોળી મારી હત્યા કરવામાં આવતા પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઘટનાને લઈને ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે.

Contents
કેવી રીતે થયો હુમલો?હોસ્પિટલ પહોંચતા પહેલાં જ ચંદ્રનાથનું મોતપોલીસે શરૂ કરી તપાસભાજપે TMC પર લગાવ્યા આરોપશુભેન્દુ અધિકારીનો મોટો દાવો

માહિતી અનુસાર, ચંદ્રનાથ રથ કોલકાતાથી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે મધ્યમગ્રામ વિસ્તારમાં એરપોર્ટ નજીક તેમની કાર પર સશસ્ત્ર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરો ચાર બાઇક અને એક ફોર વ્હીલરમાં આવ્યા હતા અને તેમણે ફિલ્મી અંદાજમાં હુમલાને અંજામ આપ્યો હતો.

કેવી રીતે થયો હુમલો?

ઘટના રાત્રે લગભગ 10:20 વાગ્યે બની હતી. ચંદ્રનાથ રથ સ્કોર્પિયો કારમાં મુસાફરી કરી રહ્યા હતા. એરપોર્ટ વિસ્તાર છોડ્યા બાદ ચાર બાઇક પર સવાર આઠ હુમલાખોરોએ તેમની કારનો પીછો શરૂ કર્યો હતો.

થોડીવાર બાદ એક ફોર વ્હીલર અચાનક સ્કોર્પિયોની આગળ આવી ઊભી રહી, જેના કારણે કાર રોકવી પડી હતી. કાર ઉભી રહેતા જ બે બાઇક કારની બાજુમાં આવી અને હુમલાખોરોએ તાબડતોબ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

ચંદ્રનાથ રથ ડ્રાઇવરની બાજુની સીટ પર બેઠા હતા. તેમને છાતી અને પેટના ભાગે ગોળીઓ વાગી હતી. જ્યારે ડ્રાઇવર બુદ્ધદેવને પણ છાતી અને પગમાં ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

#WATCH | North 24 Parganas, West Bengal | BJP Leader Suvendu Adhikari reaches the hospital where his PA Chandra was taken after he was shot and succumbed to the injuries near Madhyamgram

(Source: Suvendhu Adhikari's Office) https://t.co/0kAKzKZ5yW pic.twitter.com/hT1spXaAWx

— ANI (@ANI) May 6, 2026

હોસ્પિટલ પહોંચતા પહેલાં જ ચંદ્રનાથનું મોત

સ્થાનિક લોકો અને પોલીસની મદદથી બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ ચંદ્રનાથ રથને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ડ્રાઇવર બુદ્ધદેવની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે અને તેમની સારવાર ચાલી રહી છે.

પોલીસે શરૂ કરી તપાસ

ઘટના બાદ પોલીસ અને ફોરેન્સિક ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આસપાસના CCTV કેમેરા ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.

પોલીસના પ્રાથમિક અનુમાન પ્રમાણે હુમલો પૂર્વનિયોજિત હતો અને હુમલાખોરો ખાસ કરીને ચંદ્રનાથ રથને નિશાન બનાવીને આવ્યા હતા. પોલીસ રાજકીય તેમજ વ્યક્તિગત દુશ્મનાવટ સહિત તમામ પાસાઓ પરથી તપાસ કરી રહી છે.

ભાજપે TMC પર લગાવ્યા આરોપ

ઘટના બાદ ભાજપ નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. સમિક ભટ્ટાચાર્યએ સીધો આરોપ All India Trinamool Congress પર મૂક્યો હતો. તેમણે કહ્યું કે “આ કામ TMC સિવાય બીજું કોઈ કરી શકે નહીં.”

જોકે તૃણમૂલ કોંગ્રેસે તમામ આરોપોને ફગાવ્યા છે અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

શુભેન્દુ અધિકારીનો મોટો દાવો

શુભેન્દુ અધિકારીએ ઘટનાને “પૂર્વનિયોજિત રાજકીય કાવતરું” ગણાવ્યું હતું. તેમણે દાવો કર્યો કે હુમલાખોરોએ ઘણા દિવસોથી ચંદ્રનાથ રથની રેકી કરી હતી અને ત્યારબાદ હુમલો કર્યો હતો.

આ ઘટનાએ પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર રાજકીય હિંસા અને કાયદો-વ્યવસ્થાના મુદ્દાને કેન્દ્રસ્થાને લાવી દીધો છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: Bengal political murder, BJP, BJP Leader, BJP TMC, BJP vs TMC, BJP worker murder Bengal, Chandranath Rath murder, Kolkata Gokhir incident, Kolkata political violence, Latest political news, Madhyam village attack, Madhyamgram firing incident, PA Chandranath Rath, Political murder in Bengal, Shantanath Rath case, Shubhendu Adhikari, Sukhendu Adhikari PA murder, Suvendu Adhikari PA shot dead, tmc, TMC allegations, West Bengal, West Bengal BJP leader attack, West Bengal crime news, કોલકાતા ગોખિર ઘટના, કોલકાતામાં રાજકીય હિંસા, ચંદ્રનાથ રથની હત્યા, ટીએમસીના આરોપો, પશ્ચિમ બંગાળ, પશ્ચિમ બંગાળના ગુના સમાચાર, પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા પર હુમલો, બંગાળ રાજકીય હત્યા, બંગાળમાં ભાજપ કાર્યકરની હત્યા, બંગાળમાં રાજકીય હત્યા, ભાજપ વિરુદ્ધ ટીએમસી, મધ્યમ ગામ હુમલો, મધ્યમગ્રામ ફાયરિંગની ઘટના, શાંતનાથ રથ કેસ, સુખેન્દુ અધિકારી પીએ હત્યા, સુવેન્દુ અધિકારી પીએની ગોળી મારીને હત્યા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 7, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અકસ્માતોમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૧૨,૯૦,૦૦૦ થશે અર્પણ
Next Article ઑપરેશન સિંદૂરના એક વર્ષ પૂર્ણ : ભારતના શૌર્ય, સંકલ્પ અને આતંકવાદ સામેના જડબાતોડ જવાબની ગૌરવગાથા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?