એપ્રિલ 2025માં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ શરૂ કરેલું ‘ઑપરેશન સિંદૂર’ આજે એક વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ ઑપરેશન માત્ર એક લશ્કરી કાર્યવાહી નહોતું, પરંતુ ભારતના સાર્વભૌમત્વ અને નાગરિકોની સુરક્ષા સામે પડકાર ઉભો કરનાર આતંકવાદી તત્વોને આપવામાં આવેલો કડક અને ઐતિહાસિક જવાબ હતો.
22 એપ્રિલ 2025ના રોજ થયેલા આ હુમલામાં ધર્મના આધારે 26 નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો અને દેશભરમાં આતંકવાદ વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
India’s resolute response calibrated and precise.
Committed to safeguarding sovereignty and its people.#JusticeServed
Jai Hind. pic.twitter.com/fegLXxMJjm
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 7, 2026
ભારતીય સેનાએ બતાવ્યું અપ્રતિમ શૌર્ય
પહલગામ હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઑપરેશન સિંદૂર’ અંતર્ગત પાકિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીર (POK) સ્થિત અનેક આતંકી કેમ્પો અને લોન્ચપેડ્સને નિશાન બનાવ્યા હતા.
ભારતીય સેનાની આ કાર્યવાહીમાં આતંકી સંગઠનના અનેક તત્વો ઠાર થયા હતા. અહેવાલો મુજબ આતંકી મસૂદ અઝહરના પરિવારના સભ્યો પણ આ હુમલામાં માર્યા ગયા હતા.
આ ઑપરેશન દરમિયાન ભારતીય સેનાએ ઉચ્ચ સ્તરની ચોકસાઈ, ટેક્નોલોજી અને ગુપ્તચર માહિતીના આધારે આતંકી માળખાને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
‘ઑપરેશન મહાદેવ’નો પણ થયો ઉલ્લેખ
તાજેતરમાં પહલગામ હુમલાની વરસી પર ભારતીય સેનાએ ‘ઑપરેશન મહાદેવ’ની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. સેનાના જણાવ્યા અનુસાર, 300 ચોરસ કિલોમીટર જેટલા કઠિન પહાડી વિસ્તારમાં સતત 93 દિવસ સુધી ચાલેલા મિશનમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
સેનાએ સ્પષ્ટ કર્યું હતું કે આતંકવાદ સામેની કાર્યવાહી હજુ પણ ચાલુ છે અને ‘ઑપરેશન સિંદૂર’નો ઉદ્દેશ આતંકવાદને જડમૂળથી ખતમ કરવાનો છે.
PM મોદીએ સેનાના શૌર્યને કર્યું નમન
PM મોદીએ ‘ઑપરેશન સિંદૂર’ની વર્ષગાંઠ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ભારતીય સેનાના શૌર્ય અને સંકલ્પને નમન કર્યું હતું.
A year ago, our armed forces displayed unparalleled courage, precision and resolve during #OperationSindoor. They gave a fitting response to those who dared to attack innocent Indians at Pahalgam. The entire nation salutes our forces for their valour.
Operation Sindoor reflected…
— Narendra Modi (@narendramodi) May 7, 2026
PM મોદીએ લખ્યું હતું કે એક વર્ષ પહેલાં ભારતીય સશસ્ત્ર દળોએ અપ્રતિમ સાહસ, ચોકસાઈ અને અતૂટ સંકલ્પ સાથે પહલગામમાં નિર્દોષ ભારતીયો પર હુમલો કરનાર આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ઑપરેશન આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
અમિત શાહ અને રાજનાથ સિંહના કડક સંદેશ
અમિત શાહએ ઑપરેશન સિંદૂરને ભારતનું “યુગપ્રવર્તક મિશન” ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારતની ગુપ્તચર એજન્સીઓ, સશસ્ત્ર દળોની પ્રહાર શક્તિ અને મજબૂત રાજકીય ઇચ્છાશક્તિનો આ અનોખો સંગમ હતો.
#OperationSindoor stands as an epochal mission of India that will always remind our enemies of the infallible striking power of our armed forces.
History will remember it as the day of the precise striking power of our armed forces, meticulous intelligence of our agencies, and…
— Amit Shah (@AmitShah) May 7, 2026
તેમણે દુશ્મનોને ચેતવણી આપતાં કહ્યું કે “તેઓ ગમે ત્યાં છુપાયા હોય, પરંતુ ભારતની નજર અને સેનાની અગ્નિશક્તિથી બચી શકશે નહીં.”
રાજનાથ સિંહએ જણાવ્યું હતું કે આ ઑપરેશન દરમિયાન ત્રણેય સેનાઓ વચ્ચે અદભુત તાલમેલ અને આધુનિક લશ્કરી વ્યૂહરચનાનું પ્રદર્શન થયું હતું.
On the anniversary of Operation Sindoor, we salute the valour and sacrifices of our armed forces, whose courage and dedication continue to safeguard the nation. Their actions during the operation reflected unmatched precision, seamless jointness and deep synergy across services,… pic.twitter.com/r8pVDnEoYV
— Rajnath Singh (@rajnathsingh) May 7, 2026
સોશિયલ મીડિયા પર બદલાઈ પ્રોફાઇલ તસવીરો
ઑપરેશન સિંદૂરની વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાન મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ સહિતના અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ નેતાઓએ X પર પોતાની પ્રોફાઇલ તસવીરો બદલીને સેનાના સન્માનમાં ખાસ તસવીર મૂકી હતી.
હવે ભવિષ્યની સુરક્ષા પર ધ્યાન
ઑપરેશન સિંદૂરના એક વર્ષ પૂર્ણ થતાં દેશ માત્ર આ ઐતિહાસિક સફળતાનો ગર્વ નથી કરી રહ્યો, પરંતુ ભવિષ્યની સુરક્ષા વ્યૂહરચનાને પણ વધુ મજબૂત બનાવી રહ્યો છે.
આ જ દિશામાં જયપુરમાં આજથી ‘જોઇન્ટ કમાન્ડર્સ કોન્ફરન્સ’ની શરૂઆત થઈ રહી છે. જેમાં દેશની બદલાતી સુરક્ષા પરિસ્થિતિ, સેનાના આધુનિકીકરણ અને આતંકવાદ સામેની વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel