આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે ભાવનગર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નારી ગામે યોજાયેલ કાર્યક્રમમાં નમો પુરસ્કાર સન્માન સાથે બહેનોને રોજગારી નિમણૂકો મળી. આ પ્રસંગે જિલ્લા ભાજપ અઘ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે જણાવ્યું કે, આત્મનિર્ભર અને મહિલા સશકિતકરણ માટે ભાજપનાં પરિણામલક્ષી આયોજનો રહ્યાં છે.
નારી ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે ભાવનગર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિદ્યાવિહાર કેળવણી મંડળ અંતર્ગત વૈકુંઠ મહેતા સહકારી વ્યવસ્થાપન કેન્દ્રમાં નમો પુરસ્કાર સન્માન સાથે બહેનોને રોજગારી નિમણૂકો મળી છે.
પોતાની નિમણૂંક સાથે પ્રથમ કાર્યક્રમ બહેનોનાં આશીર્વાદનો ગણાવી ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે પોતાનો પ્રથમ જાહેર કાર્યક્રમની પ્રસન્નતા વ્યક્ત કરી, આ સંસ્થાની કામગીરી બિરદાવી. તેમણે કહ્યું કે, આત્મનિર્ભર અને મહિલા સશકિતકરણ માટે ભાજપનાં પરિણામલક્ષી આયોજનો રહ્યાં છે. અહીંયા ઉપસ્થિત બહેનોને સતત શીખતાં રહેવા અનુરોધ કર્યો.
મહિલા મોરચા અધ્યક્ષ અને આ સંસ્થાનાં વડા ધર્મિષ્ઠાબેન ત્રિવેદીએ અંહિયા તાલીમ લેનાર બહેનોને લક્ષ્યાંકથી વધુ વ્યવસાય નોકરી મળી રહ્યાનો આનંદ વ્યક્ત કર્યો.
મહિલા દિવસ ઉજવણી પ્રસંગે મહિલા અગ્રણીઓ ગાયત્રીબા સરવૈયા, શ્રદ્ધાબેન લંગાળિયા, જશુબેન મકવાણા સાથે મોવડીઓ રાજુભાઈ ફાળકી, ચેતનસિંહ સરવૈયા, રાજુભાઈ બાબરિયા, જગદીશસિંહ ગોહિલ, કુલદીપભાઈ રાઠોડ વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં સન્માન વિધિ યોજાઈ.
આયોજન સંકલનમાં રહેલ સંસ્થાનાં વડા ચિરાગભાઈ ત્રિવેદીએ આભાર વિધિ કરી હતી. સંચાલનમાં રસિલાબેન ચૌહાણ રહ્યાં હતાં.
સમગ્ર કાર્યક્રમમાં તાલીમાર્થી બહેનો દ્વારા જહેમત ઉઠાવાઈ હતી. આ સાથે જ વ્યવસાય માટે સંસ્થા પેઢીઓ દ્વારા આ બહેનોને રોજગારલક્ષી મુલાકાત સાથે નિમણૂકો મળી હતી, જે ફલશ્રુતિ રહ્યાનું ભાજપ પ્રચાર સંયોજક કિશોર ભટ્ટ તથા સહ સંયોજક મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)