નવરાત્રી દરમિયાન મીની વાવાઝોડું અને વરસાદ જેવી કુદરતી તારાજી સર્જાઈ હતી જેમાં ભાવનગર શહેરમાં રાસ ગરબા ના પ્રોફેશનલ આયોજનના મેદાનમાં ભાગદોડ મચી હતી જેને લઈને ત્રણ લોકો ને ઈજા પામી હતી .
જવાહર મેદાન ખાતે એક પ્રોફેશનલ ગરબા આયોજનમાં હોર્ડિંગ્સ તેમજ લોખંડની ઈંગલો વાવાઝોડામાં પડતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે પૈકી ત્રણ ઈજાગ્રસ્તો ને ભાવનગર સોલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેની જાણ મીડિયા ને થતા તાત્કાલિક સમાચાર કવરેજ કરવા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તે દરમિયાન મીડિયાને કવરેજ નહીં કરવા માટે અનેક લોકોએ આજીજી કરી ત્યારે બે વ્યક્તિ ટોળા માં મીડિયાના કેમેરામેન સાથે ઝપાઝપી કરી કેમેરો આંચકવાની કોશિશ કરી હતી. જ્યારે શંકા જતા બે વ્યક્તિ કોઈ ડમી મીડિયા કર્મી હોય તેમ લાગતા બન્ને પાસે કોઈ આઈકાર્ડ મળ્યુ ન હતું . તો શા માટે મીડિયાના કામમાં રૂકાવટ કરી ત્યારે ખરેખર આ મીડિયા કર્મી છે કે નહીં તે યોગ્ય તપાસ કરવા માટે અને બન્ને ડમી પત્રકાર વિરુદ્ધમાં ફરિયાદ નોંધવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે કલેકટર ઓફિસે આવેદન પત્ર આપ્યુ હતું.