કેન્સરના દર્દીઓ ની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે , અને તેની સારવાર પણ પેહલા ના સમય કરતા વધુ સારી રીતે થઈ રહી છે . નવી ટેકનોલોજી થી સારવાર દરમિયાન ઓછામાં ઓછી આડ અસર થાય તેવી પદ્ધતિઓ મેડિકલ ક્ષેત્રે આવી ચૂકી છે.
ભાવનગર ની HCG હોસ્પિટલમાં IGRT ટેકનોલોજી દ્વારા દર્દીઓની રેડિયેશન થેરાપી થી સારવાર કરવામાં આવશે.
શું છે IGRT ટેકનોલોજી ?
IGRT ટેકનોલોજી દ્વારા દરેક રેડિયેશન થેરાપી સેશન પહેલાં અથવા દરમિયાન એક્સ-રે કે સીટી સ્કેન દ્વારા ટ્યુમરની સ્થિતિ, આકાર અને સંભવિત હલનચલન (જેમ કે શ્વાસ લેવાની ક્રિયા) જોઈ શકાય છે. તેમ આ ટેકનોલોજીથી રિયલ-ટાઈમ દૃશ્ય દ્વારા ટ્યુમર પર સચોટ રીતે રેડિયેશન આપીને સ્વસ્થ અંગોને નુકસાન પહોંચતા અટકાવી શકાય છે.
કેન્સર વિભાગમાં વિશ્વસ્તરે અદ્યતન ગણાતી ઇમેજ-ગાઈડેડ રેડિયેશન થેરાપી (IGRT) ટેકનોલોજી ઉપલબ્ધ કરી છે. આ નવીનતમ સારવાર પદ્ધતિ કેન્સરના દર્દીઓને વધુ સચોટ, સલામત અને વ્યક્તિગત સારવાર પૂરી પાડે છે. ભાવનગરમાં HCG હોસ્પિટલમાં કેન્સર વિભાગમા IGRT પદ્ધતિ થી એક નવા યુગ ની શરૂઆત દર્શાવે છે.
બાઈટ : ડૉ. મૌલિક પાનસુરીયા – રેડિયેશન ઓન્કોલોજી
બાઈટ ડૉ. મનન વાઘેલા – મેડિકલ ઓન્કોલોજી
રિપોર્ટ: સિદ્ધાર્થ ગોધારી
ભાવનગર
ભાવનગર