Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

ખેડા અને પંચમહાલના ઉમેદવાર ડાકોરના ઠાકોરના દ્વારે ધ્વજા ચડાવી જીત માટે પ્રાર્થના કરી

ખેડા અને પંચમહાલના ઉમેદવાર ડાકોરના ઠાકોરના દ્વારે ધ્વજા ચડાવી જીત માટે પ્રાર્થના કરી

લોકસભા 2024ની પ્રથમ તબક્કાની ચૂંટણી શરુ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચૂંટણી પહેલા ડાકોરના ઠાકોરના દર્શને પહોંચ્યા. ધ્વજા ચઢાવી પાર્ટીની અને મોદીની ભવ્ય જીત માટે પ્રાર્થના કરી હતી.

ખેડાના ડાકોરમાં ભાજપના ખેડા અને પંચમહાલના ઉમેદવાર દ્વારા ડાકોરના ઠાકોરના દર્શન કરી ધ્વજા ચઢવામાં આવી. આ દરમિયાન ડાકોર શહેર ભાજપ દ્વારા બંને ઉમેદવારોનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

ખેડા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને તેમની સાથે પંચમહાલ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર રાજપાલ જાદવ ડાકોરના ઠાકોરના શરણે પહોંચ્યા હતા. જ્યાં આ બંને નેતાઓએ ઠાકોરના શરણે શીશ નમાવી આશીર્વાદ લીધા અને સાથે જ ધ્વજા પણ ચઢાવી હતી. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી અને મોદી ભવ્ય વિજય બને તેવી પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે ડાકોરમાં ઠાકોરના દર્શનાર્થે આવેલ ખેડા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને એવું નિવેદન આપ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પરમ વૈભવે લઇ જાય અને તેમના સહભાગી બન્યાં છીએ ત્યારે પ્રાથાના કરવા આવ્યા છીએ.”

 

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.