Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નડિયાદ પાસે કેનાલમાં કાર ખાબકી : કારમાંથી મૃતદેહ મળી આવ્યો

નડિયાદ પાસે કેનાલમાં કાર ખાબકી : કારમાંથી મૃતદેહ મળી આવ્યો

નડિયાદ શહેરમાં પીપલગ પાસેથી પસાર થતી કેનાલમાં વહેલી સવારે કાર ખાબકતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, જે બાદ ફાયરબ્રિગેડના જવાનોને જાણ કરાતા તેઓએ ભારે જહેમત બાદ કારને બહાર કાઢી હતી, જેમાં મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદના પીપલગ પાસે વહેલી સવારે બનેલી ઘટના એ સૌ કોઈને દોડતા કરી દીધા. ઘટના કઈ કેવી હતી કે વહેલી આણંદના નરેન્દ્રકુમાર હિંમતલાલ પોતાની કાર લઇ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોઈ કારણોસર તેઓની કાર કેનાલમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના પર પહોંચી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. જોકે કેનાલના ધસ મસતા પ્રવાહમાં કાર અંદર ડૂબી ગઈ હોય બે કલાકની જેમ જ બાદ કારને બહાર કાઢવામાં આવી હતી. કારમાંથી નરેન્દ્રકુમાર હિંમતલાલ નો મૃતદે મળી આવ્યો હતો. જેમની પાસેથી મળી આવેલ ઓળખ પત્ર પરથી તેમની ઓળખ થઈ હતી. અકસ્માત કેવી રીતે થયો અને કાર કેનલમાં કેવી રીતે પડી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.