Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સી.એમ. ડેશબોર્ડના કી પરફોર્મન્સ ઇન્ડિકેટર (કેપીઆઇ) અંગે સમીક્ષા બેઠક યોજાઈ

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સી.એમ. ડેશબોર્ડના કી પરફોર્મન્સ ઇન્ડિકેટર (કેપીઆઇ) અંગે સમીક્ષા બેઠક યોજાઈ

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે સી.એમ. ડેશબોર્ડના કી પરફોર્મન્સ ઇન્ડિકેટર (કેપીઆઇ) અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટરએ વિવિધ વિભાગોની યોજનાઓની ઓનલાઇન અરજીઓ પર કામગીરી અંગે સમીક્ષા કરી પેન્ડિંગ અરજીઓનો સત્વરે નિકાલ કરવા સૂચના આપી હતી.

બેઠક અંતર્ગત એસસી વિદ્યાર્થીઓ માટે પ્રી મેટ્રિક સ્કોલરશીપ, પંડિત દિન દયાલ આવાસ યોજના, આધાર અપડેટ પેન્ડિંગ, પીએમ યશસ્વી પ્રી મેટ્રિક શિષ્યવૃતિ, આંબેડકર આવાસ યોજના સહિતની બાબતો પર ચર્ચા કરી માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રીએ આધાર અપડેટ બાબતે જાગૃતિ અભિયાન ચલાવવા સૂચના આપી હતી.

આ બેઠકમાં અધિક કલેક્ટર ભરત જોષી સહિત વહીવટી તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.